ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ન્યૂ દિલ્હીઃ ભારત-રશિયાની સંયુક્ત પરિયોજના હેઠળ વિકસિત સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આજે અહીંયાથી 15 કિ.મી. દૂર સમુદ્રમાં સ્થિત ચાંદીપુરનાં એકીકૃત પરીક્ષણ રેન્જ (આઇટીઆર) દ્વારા સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું.

મિસાઇલનું પ્રક્ષેપણ આઇટીઆરનાં લાંચ પરિસર 3થી 11:40 કલાકે કરવામાં આવ્યું. આની પ્રહાર કરવાની ક્ષમતા 290 કિ.મી છે તથા 200 કિ.ગ્રા સુધીનો ભાર આ મિસાઇલ ઊંચકી શકે છે. 9 મિટર લાંબી આ મિસાઇલને જહાજ અથવા સબમરીન દ્વારા જ લાવી શકાય છે. જહાજનાં આધારે આ મિસાઇલ 14 કિ.મીની ઊંચાઇએથી અવાજની ગતિ પર 2 વાર છોડી શકાય છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા રાજસ્થાનનાં પોખરણમાં આ જ વર્ષે 22 માર્ચનાં રોજ સવારે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ “બ્રહ્મોસ”નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વાર એવું છે કે જ્યારે કોઇ મિસાઇલનું પરીક્ષણ એક ભારતીય નિર્મિત સાધક સાથે કરવામાં આવ્યું.

You might also like