નવી દિલ્હી : ભારતે સોમવારે પોતાનાં બેલેસ્ટિક મિસાલઇ અગ્નિ-5નું પરિક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સોમવારે ઓડિશા નજીક એક દ્વીપ પર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સફળ થયાત બાદ જ અગ્નિ-5 મિસાઇલને ભારતના પરમાણુ જુથમાં સમાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. કેટલાક અન્ય પરીક્ષણો બાદ તેને સ્ટ્રેટેજિક ફોર્સિઝ કમાન્ડ (SFC)માં સમાવવામાં આવશે. પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ – 5 મિસાઇલ 5 હજાર કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે. તેની પહોંચ ચીનનાં દુરનાં વિસ્તારો સુધીની છે.
સોમવારે સવારે 11 વાગ્યા તેનું પરિક્ષણ કરવામાં આવ્યું. અગ્નિ-5નાં અધિકારીક રીતે ભારતીય જુથમાં સમાવાયા બાદ ભારતની પરમાણુ ક્ષમતા ઘણી વધી જશે. આ મિસાઇલ સાથે જ ભારત 5 હજારથી 5500 કિલોમીટરનાં અંતર સુધી પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલથી લેસ દેશોનાં ગ્રુપમાં જોડાઇ જશે.
અત્યારે આ ક્ષમતા અમેરિકા, ચીન, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોની પાસે જ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અગ્નિ -5નાં સફળ પરિક્ષણ માટે DRDOને શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યું કે આ મિસાઇલથી ભારતની સામરિક તથા સંક્ષણાત્મક ક્ષમતા મજબુત થશે. અગ્નિ – 5ને SFCમાં સમાવવા અને પર્યાપ્ય રીતે તેનાં ઉત્પાદન માટે જરૂરી છે કે 50 ટનની આ મિસાઇલનું 2 વખત યુઝર ટ્રાયલ કરવામાં આવે. 17 મિટર લાંબી આ મિસાઇલનું પરિક્ષણ તેની પહેલા એપ્રીલ 2012 અને સપ્ટેમ્બર 2013માં કરવામાં આવ્યું હતું. ત્રીજુ પરિક્ષણ જાન્યુઆરી 2015માં પણ કરવામાં આવ્યું હતું. મિસાઇલને જો કૈનિસ્ટર લોન્ચ કરવામાં આવે તો તેની મારક ક્ષમતામાં ઓર વધારો થઇ શકે છે.
કૈનિસ્ટર લોન્ચની સ્થિતીમાં સુરક્ષા દલોની તેને ક્યારે પણ લઇ જવા અને પોતાની પસંદગીનાં સ્થળે તેને છોડવાનો વિકલ્પ પણ મળી શકે છે. અગ્નિ – 5 નું આ ચોથુ અને નિર્ણાયક પરિક્ષણક 2 વર્ષ બાદ કરવામાં આવ્યું. ભારત પરમાણુ સપ્લાયર્સ સમુહમાં પ્રવેશનો દાવો કરી રહ્યું છે. જો કે ચીન તેનો વિરોધ કરી રહ્યું છે.