આર્મીએ પૃથ્વી-2 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું, 350 કિમી દૂર કરી શકશે હુમલો

ભારતમાં બુધવારે દેશમાં નિર્મિત અને પરમાણુ હથિયારે લઈ જવા માટે સક્ષમ પૃથ્વી-2 મિસાઈલનુ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 350 કિલોમીટર દૂરથી હુમલો કરવાવાળી આ મિસાઈલનું પરીક્ષણ ઓરિસ્સામાં કરવામાં આવ્યું હતું.

સેના દ્વારા મિસાઈલને રાત્રે 8.30 વાગે ચાંદીપુર સ્થિત ITRમાં પરિસર-3થી પરીક્ષણ કરી છોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 18 જાન્યુઆરીના રોજ અગ્નિ-5, 6 ફેબ્રુઆરીના રોજ અગ્નિ-1 અને હવે ઓરિસ્સામાં પૃથ્વી-2નું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ઓરિસ્સાના અબ્દુલ કલામ દ્વીપ પરથી પૃથ્વી મિસાઈલનું સફળ પરિક્ષણ કરાતા આર્મીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ નવા પૃથ્વી મિસાઈલથી 500થી 1 હજાર કિલોગ્રામ સુધીના હથિયારો પણ લઈ જઈ શકાશે..

You might also like