સેન્સેક્સ ત્રણ ટ્રેડિંગ સેશનમાં ૩૦૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૧૦૬ પોઇન્ટના ઘટાડે ૨૫,૫૭૨ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના ઘટાડે ૭,૮૨૬ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. આમ, શરૂઆતે નિફ્ટીએ ૭,૮૫૦નું લેવલ તોડ્યું છે. હિંદાલ્કો, ભારતી, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેન્કના શેરમાં એક ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇટીસી, ગેઇલ, મારુતિ, હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં એકથી ૧.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, બેન્ક અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ મેટલ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

કઈ કંપનીના શેરમાં ગાબડાં પડ્યાં
ICICI બેન્ક      ૨.૧૫ ટકા
ગેઈલ               ૧.૫૨ ટકા
અદાણી પોર્ટ     ૧.૪૨ ટકા
સન ફાર્મા          ૧.૨૯ ટકા
બજાજ ઓટો     ૧.૧૯ ટકા

You might also like