શેરબજારમાં આગેકૂચ જારીઃ શરૂઆતે સેન્સેક્સ નવી ઊંચાઈએ

અમદાવાદ: શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારોના સપોર્ટે સેન્સેક્સ નવી ઊંચાઇએ ૬૭ પોઇન્ટના સુધારે ૩૧,૩૭૮ પોઇન્ટની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૬ પોઇન્ટના સુધારે ૯,૬૭૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. પાવર કંપનીના શેરમાં પણ સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં તથા રિયલ્ટી કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું.દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ નીચા મથાળે ખરીદી જોવાઇ હતી. મૈરિકો, એમ્ફેસિસ, ટોરેન્ટ પાવર, ઇન્ડિયન હોટલ્સ, એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, રેમકો ઇન્ડસ્ટ્રીઝ, એનએલસી ઇન્ડિયા કંપનીના શેરમાં આજે શરૂઆતે જ ત્રણથી સાત ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૨.૧૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૧૪ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ કંપનીના શેરમાં ૦.૭૯ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ટીસીએસ, બજાજ ઓટો અને લ્યુપિન કંપનીના શેરમાં ૦.૪૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સકારાત્મક પરિબળોના કારણે સેન્સેક્સ નવી ઊંચાઇએ જોવા મળ્યો છે. ૧ જુલાઇથી જીએસટી અમલમાં આવી રહ્યો છે તથા વૈશ્વિક શેરબજારના સપોર્ટે બજારમાં આગેકૂચ જારી રહી છે.

શેરબજારમાં સુધારાનાં કારણો
જીએસટી ૧ જુલાઈથી જ આવશે તેવી સરકારની સ્પષ્ટતા
દેશભરના મોટા ભાગનાં રાજ્યોમાં સમયસર ચોમાસાના એંધાણ
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ક્વાર્ટરનું પરિણામ અપેક્ષા કરતાં સારું આવે તેવો આશાવાદ
વૈશ્વિક બજારમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે.
વિદેશી ફંડોની સાથે સ્થાનિક ફંડોની પણ સતત લેવાલી નોંધાઈ છે.
બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી જોવા મળી રહી છે.
વૈશ્વિક તથા સ્થાનિક મોરચે હાલ નકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે સુધારાની ચાલ

ક્રૂડમાં સાધારણ તેજીની ચાલ
આજે શરૂઆતે ક્રૂડમાં સાધારણ તેજીની ચાલ નોંધાતી જોવા મળી હતી. નાયમેક્સ ક્રૂડ ૦.૧ ટકાના સુધારે ૪૪.૨૫ ડોલર પ્રતિબેરલની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૦.૨૫ ટકાના સુધારે ૪૭ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાયું હતું.

આ શેરમાં એક વર્ષમાં ૭૦૦ ટકા રિટર્ન
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
ઈન્ડિયા બુલ્સ વેન્ચર્સ ૭૧૧ ટકા
વેન્કીસ (ઈન્ડિયા) ૨૪૨ ટકા
ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ ૧૭૯ ટકા
શક્તિ પમ્પસ ૨૧૫ ટકા
ફ્યૂચર રિટેલ ૧૯૦ ટકા
અવંતિ ફીડ્સ ૧૭૭ ટકા
મુથૂટ કેપ. સર્વિસ ૧૬૨ ટકા

લોજિસ્ટિક કંપનીના શેરમાં એક વર્ષની ચાલઃ કહીં ખુશી કહીં ગમ
ઈન્ટર ગ્લોબ એવીએશન + ૧૮.૨૫ ટકા
કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા + ૫.૮૪ ટકા
એજીસ લોજિસ્ટિક + ૬૨.૩૧ ટકા
વીઆરએલ લોજિસ્ટિક + ૧૦.૨૮ ટકા
પટેલ ઇન્ટિગ્રેટેડ – ૧૭.૪૩ ટકા
સ્નોમેન લોજિસ્ટિક – ૨૨.૭૫ ટકા
સિસલ લોજિસ્ટિક + ૬૧.૧૪ ટકા
અગ્રવાલ ઇન્ટસ્ટ્રિયલ કોર્પ. + ૪૩૫.૧૧ ટકા
ઓલ કાર્ગો + ૫.૪૭ ટકા

હોટલ કંપનીના શેરઃબે સપ્તાહમાં ઉછાળો
કંપનીનું નામ ટકાવારીમાં સુધારો
રોયલ ઓર્ચિડ ૧૩.૦૮ ટકા
તાજ જીવીકે હોટલ્સ ૭.૯૮ ટકા
ઈન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પો. ૯.૫૬ ટકા
વાઈસરોય હોટલ્સ ૪.૪૪ ટકા
http://sambhaavnews.com/

You might also like