શેરબજારમાં રજાનો માહોલઃ શુક્રવારે ઈન્ફોસિસનું પરિણામ

ગઇ કાલે છેલ્લે શેરબજાર ખાસ કોઇ મોટી મૂવમેન્ટના અભાવ વચ્ચે સ્થિર બંધ જોવાયું હતું, જોકે સપ્તાહ દરમિયાન બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી જોવાઇ હતી. નિફ્ટી ૭૫૫૦ની ઉપર ૭૫૫૫ની સપાટીએ બંધ આવી છે તે એક સારા સંકેત છે, પરંતુ બજારમાં ખાસ કોઇ મોટો ઉછાળો જોવાય તેવી શક્યતા ખૂબ જ છે.

આગામી સપ્તાહે ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જયંતી તો ૧૫ એપ્રિલે રામ નવમીના કારણે શેરબજાર બંધ રહેશે. આમ, આગામી ત્રણ જ દિવસ શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે. આગામી સપ્તાહે શુક્રવારે આઇટી સેક્ટરની અગ્રણી કંપની ઇન્ફોસિસનું ચોથા ત્રિમાસિક સમયગાળાનું પરિણામ જાહેર થશે. બજાર માટે આ પરિણામ મહત્ત્વનું બની શકે છે. આગામી સપ્તાહે શુક્રવારે ડીસીબી બેન્ક અને બ્લ્યુ ડાર્ટ કંપનીનું પણ પરિણામ આવનાર છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં સુધારો જોવાય તેવી શક્યતા ખૂબ જ છે. રજાઓના માહોલ પૂર્વે શેરબજારમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવાઇ શકે છે. બીજી બાજુ કોઇ સકારાત્મક પરિબળોનો સપોર્ટ પણ નથી. ચોથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળાં આવે તેવી શક્યતા વધુ છે ત્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટની રેન્જમાં વધ-ઘટ જોવાઈ શકે છે.

You might also like