નિફ્ટી 7900ની સપાટી તોડી નીચે સરકી

અમદાવાદ: ગઈ કાલે શેરબજારમાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટને ઘટાડે ૨૫,૫૫૫, જ્યારે એનએસઈ નિફ્ટી ૬૮ પોઇન્ટને ઘટાડે ૭૯૦૦ની સપાટી તોડી નીચે ૭૮૩૨ની સપાટીએ ખૂલી હતી. ખાસ કરીને બેન્કના શેર્સના પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

આજે શરૂઆતે ટાટા મોટર્સ, વિપ્રો, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિ લિવર કંપનીન શેરમાં સકારાત્મક ચાલ જોવાઈ હતી, તો બીજી બાજુ ડો. રેડીઝ લેબ્સ, ટાટા સ્ટીલ, ભેલ, એનટીપીસી અને એલ એન્ડ ટી કંપનીના શેરમાં શરૂઆતે બે ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

દરમિયાન, આજે વિદેશી શેરબજારમાં જોવા મળેલા ઘટાડાની અસર પણ સ્થાનિક બજારમાં જોવા મળી હતી. રિટેલમાં મોંઘવારી આંક વધવાને કારણે શેરબજાર ઉપર નેગેટિવ અસર જોવા મળી હતી.

ડોલર સામે રૂપિયો ૧૬ પૈસાના ઘટાડે ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૧૬ પૈસાના ઘટાડે ૬૬.૭૮ની સપાટીએ ખૂલ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૬૬.૬૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ શેરમાં ઘટાડો નોંધાયો
ICICI બેન્ક             ૨.૦૩ ટકા
ભારતી એરટેલ       ૧.૯૦ ટકા
એચયુએલ             ૧.૭૮ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ      ૧.૭૬ ટકા
કોલ ઇન્ડિયા           ૧.૭૪ ટકા

You might also like