વર્ષ ૨૦૧૬ના મંગળવારના પાંચમાંથી ચાર સેશનમાં શેરબજાર અમંગળ રહ્યું

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૨૭ પોઇન્ટના ઘટાડે ૨૩,૯૬૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૧ પોઇન્ટના ઘટાડે ૭,૨૯૫ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. ખાસ કરીને આઇટી સ્ટોક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં જોવા મળેલા પ્રેશર તથા સ્થાનિક મોરચે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભારે વેચવાલીએ શેરબજાર તૂટ્યું હતું. આમ, સેન્સેક્સ ૨૪ હજારની નીચે, જ્યારે નિફ્ટી ૭૩૦૦ની નીચે જોવાયો હતો.

આજે શરૂઆતે આઇટી સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ત્રણ ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૧.૬ ટકા, મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં ૧.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ, એસબીઆઇ કંપનીના શેર્સમાં ૩.૫૦ ટકા સુધીનો શરૂઆતે ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ સન ફાર્મા, બજાજ ઓટો, ગેઇલ, એચયુએલ કંપનીના શેરમાં બે ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે. બેન્કના શેરમાં પણ નરમાઇ તરફી ચાલ જોવા મળી છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં મંગળવારે જોવાયેલી સેન્સેક્સમાં વધ-ઘટ
તારીખ                  સેન્સેક્સની વધ-ઘટ
૪-૧-૨૦૧૬            – ૪૩
૧૧-૧-૨૦૧૬          – ૧૪૩
૧૮-૧-૨૦૧૬          + ૨૯૧
૨૬-૧-૨૦૧૬         બજાર બંધ
૧-૨-૨૦૧૬            – ૨૮૫

કયા શેરમાં ધબડકો
ટીસીએસ                      ૩.૫૮ ટકા
ઈન્ફોસિસ                     ૩.૪૨ ટકા
મારુતિ સુઝુકી               ૨.૭૬ ટકા
આઇસીઆઇસીઆઈ    ૨.૧૬ ટકા
વિપ્રો                           ૧.૪૭ ટકા

NPAની ચિંતાએ બેન્ક શેર તૂટ્યા
એક્સિસ બેન્ક              ૧.૪૦ ટકા
બેન્ક ઓફ બરોડા        ૧.૮૭ ટકા
ફેડરલ બેન્ક                ૧.૯૫ ટકા
એચડીએફસી બેન્ક      ૧.૧૩ ટકા
ICICI બેન્ક                 ૧.૯૯ ટકા
એસબીઆઇ                 ૧.૭૭ ટકા
પંજાબ નેશનલ બેન્ક   ૩.૫૫ ટકા
યસ બેન્ક                     ૧.૦૯ ટકા

You might also like