સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી ૭૮૫૦ની સપાટી તોડી નીચે

અમદાવાદ: અમેરિકામાં વ્યાજદર વધારો થવાની આશંકાએ વિશ્વભરનાં શેરબજારમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો. તેની અસર સ્થાનિક શેરબજાર ઉપર પણ જોવાઈ હતી. બેન્કિંગ સ્ટોક્સની આગેવાની હેઠળ નોંધાયેલી વેચવાલીના પગલે આજે શરૂઆતે જ સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૨૧૦ પોઈન્ટના ઘટાડે ૨૫,૫૬૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૬૧ પોઈન્ટના ઘટાડે ૭,૮૨૮ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, નિફ્ટી ૭,૮૫૦નું લેવલ તોડી નીચે ટ્રેડિંગમાં જોવાઈ હતી.

એસબીઆઈના શેર્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફો‌િસસ, ટાટા મોટર્સ, ગેઈલ, ભેલ કંપનીના શેર્સ તૂટ્યા હતા. પાંચ એસોસિયેટ્સ બેન્કને એસબીઆઈમાં ભેળવી દેવાના સમાચાર પાછળ એસબીઆઈના શેર્સમાં નરમાઈ જોવાઈ હતી. બેન્કિંગ સ્ટોક્સ સહિત ઓટોમોબાઈલ, આઈટી સ્ટોક્સમાં પણ ઘટાડાની ચાલ નોંધાઈ હતી.

આજે શરૂઆતે કયા શેર રેડ ઝોનમાં ખૂલ્યા
મારુ‌િત સુઝુકી                -૨.૪૮ ટકા
ભેલ                               -૧.પ૩ ટકા
હીરો મોટો કોર્પ               -૧.૪૦ ટકા
આઈસીઆઈસીઆઈ       -૧.૨૬ ટકા
એચડીએફસી બેન્ક          -૧.૧૮ ટકા

એશિયાઈ બજાર તૂટ્યાં
અમેરિકા દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકાએ અમેરિકા સહિત એશિયાનાં બજારમાં પણ મોટાં ગાબડાં પડ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે શાંઘાઈ શેરબજાર ઈન્ડેક્સ ૪૯ પોઈન્ટ તૂટ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૮૦.૭૩ પોઈન્ટ, નાસ્ડેક ૫૯.૭૨ પોઈન્ટ જ્યારે એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સમાં ૧૯.૪૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

You might also like