નિફ્ટીએ ૭૫૦૦ની સપાટી ક્રોસ કરી સેન્સેક્સમાં ૧૦૦ પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: સળંગ ત્રણ દિવસની રજા બાદ શેરબજાર સકારાત્મક ખૂલ્યું હતું. સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૩૩ પોઇન્ટના સુધારે ૭૫૦૦ની સપાટી ક્રોસ કરી ૭૫૧૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
આજે શરૂઆતે મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં મજબૂત સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ બેન્ક શેર્સ સહિત આઇટી અને સર્વિસ સેક્ટરમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી.

હિંદાલ્કો, વેદાન્તા, ક્રેઇન, લ્યુપિન, ઓએનજીસી અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ હિંદુસ્તાન યુનિલિવર, આઇસીઆઇસીઆઇ બેન્કના શેર્સમાં ૧.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટીસીએસ, બેન્ક ઓફ બરોડા, એસબીઆઇ, હીરો મોટો કોર્પ કંપનીના શેર્સમાં ૧.૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

You might also like