સિંધુ સમજૂતી પર પાકની ફરિયાદને પગલે વર્લ્ડ બેંકે રચી કોર્ટ, ભારતે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ સિંધુ સમજી મામલે પાકિસ્તાનની ફરિયાદને પગલે વર્લ્ડ બેંકે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (COA)ની રચના કરી છે. જેનો ભારતે વિરોધ કર્યો છે. જમ્મૂ કશ્મીરમાં ભારત કિશનગંગા અને રતલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેની પર પાકિસ્તાને વિરોધ વ્યક્ત કરવા સાથે વર્લ્ડ બેંકને ફરિયાદ કરી છે. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે વર્લ્ડ બેંકે મધ્યસ્થતા માટે COA બનાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ એક ન્યૂટ્રલ એક્સપર્ટ અપોઇન્ટ કર્યો છે. જે પાકિસ્તાનની ફરિયાદની તપાસ કરશે. વિદેશ મંત્રાલયે તેનો વિરોધ કર્યો છે.

આ મામલે વિકાસ સ્વરૂપે જણાવ્યું છે કે વર્લ્ડ બેંકના આ નિર્ણયથી બંને પક્ષો પર વિચાર મંત્રણા કરવામાં આવશે. આ મામલે આગળ શું થઇ શકે છે. તેની પર પણ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. વિકાસ સ્વરૂપના મતે આ મામલો ન્યૂટ્રલ ટેક્નિકલ એક્સપર્ટના હિસ્સાં આવે છે. સિંધુ સમજૂતીમાં ભારત અને પાકિસ્તાન સિવાય વર્લ્ડ બેંક પણ એક પાર્ટી છે. સમજૂતી પ્રમાણે પહેલાં ટેક્નિકલ ઓબ્ઝેક્શનને લઇને સ્થાયી વિભાગ ગઠબંધન કરશે. જો મામલો નહીં સોલ્વ થાય તો COA બનાવવાનો પ્રોસેસ થશે. એ પણ ક્લિયર કરવામાં આવ્યું છે કે ન્યૂટ્રલ એક્સપર્ટ હોય ત્યાં સુધી COA જેવો વિકલ્પ ન અપનાવવામાં આવે.

કિશનગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અંગે પાકિસ્તાને વર્લ્ડ બેંકને ફરિયાદ કરી છે પ્રોજેક્ટની ડિઝાઇન યોગ્ય નથી. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઇન સમજૂતી પ્રમાણે નથી. તેઓ કોઇ પણ રીતે આ પ્રોજેક્ટમાં અડચણ ઉભી કરવા માંગે છે. ઉલ્લેખનિય છે કે સિંધૂ જળ સમજૂતી પર જવાહરલાલ નહેરૂ અને અયૂબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતી પ્રમાણે છ નદીઓ વ્યાસ, રાવી, સતલજ, સિંધુ, ચેનાબ અને જોલમનું પાણી ભારત અને પાકિસ્તાનને પ્રાપ્ત થાય છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત તેને સમજૂતી પ્રમાણે પાણી નથી આપી રહ્યું. જે અંગે વખતે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુટમાં તેની ફરિયાદ થઇ છે.

 

 

You might also like