કાશ્મીર જેવા મુદ્દાઓથી બચવા ભારત મંત્રણા ટાળી રહ્યું છે : અઝીઝ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની સાથે દ્વિપક્ષીય વાતચીતનો રસ્તો પાકિસ્તાન તરફથી ખુલ્લો છે. જો કે ભારત આ મુદ્દો અટકાવીને ઉભુ છે કારણ કે તે કાશ્મીર સહિતનાં મુદ્દાઓ પર સમજુતી કરવા નથી માંગતો. પાકિસ્તાનનું આ નિવેદન મોદીનાં ઇન્ટરવ્યું બાદ આવ્યું છે જેમાં તેણે ઇશારો કર્યો હતો કે પાકિસ્તાનનાં કારણે વાતચીત આગળ નથી વધી રહી. ડોનનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફનાં વિદેશ મુદ્દાનાં સલાહકાર અઝીઝે જણાવ્યું કે પાડોશી સાથે વાતચીતમાં પાકિસ્તાન પાછુ નથી હટી રહ્યું. ભારત હટી રહ્યું છે.

અઝીઝે દાવો કર્યો કે તે પણ એવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે જાણે છે કે જો વાતચીત થઇ તો કાશ્મિર સહિતનાં તમામ મુદ્દાઓ સામે આવશે. ભારત આ મુદ્દાઓ પહેલાથી જ વાત કરવા નથી ઇચ્છતું. પાકિસ્તાન તો ભારત સાથે ઘણા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવા માંગે છે. જેમાં કાશ્મીર, સિયાચીન, સીરક્રિક, આર્થિક સહકાર, વેપાર, વિઝા અને માછીમારોને પકડાવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. અઝીજે એવો પણ દાવો કર્યો કે ભારતીય સેનાએ સિયાચીનનાં મુદ્દે બંન્ને સરકારો વચ્ચે પહેલા થયેલી સમજુતી ફગાવી દીધી હતી કારણ કે આ ગ્લેશિયર સાથે તેનાં હિતો જોડાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ હાલમાં જ અજીજે આશંકા વ્યક્ત કરી હતી કે ભારત અને પાકિસ્તાનનાં સંબંધોમાં કદાચ જ નરમાશ આવે. આ સાથે જ તેમણે સલાહ આપી હતી કે કઇ રીતે તણાવમાંથી બચવું જોઇએ. કઇ રીતે સંબંધોને તાજા રાખવા જોઇએ. હાલ જે પરિસ્થિતી છે તેને મેનેજ કરવી ઘણી જરૂરી છે. આ મુદ્દે બંન્ને દેશોએ થોડુ નમતુ જોખઓીને પણ તેનો ઉકેલ લાવવો પડશે.

You might also like