ભારતે શ્રીલંકાને બીજી ટેસ્ટ ઈનિંગ અને 53 રનથી હરાવી શ્રેણી જીતી..

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કોલંબો ખાતેના એસએસસી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન બાદ શ્રીલંકાએ 386 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારતે ઈનિંગ અને 53 રનથી જીત મેળવી શ્રેણી જીતી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. અશ્વિન અને હાર્દિક પંડ્યાને 2-2 અને ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી. આ પહેલા ભારતે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલ આઉટ કરી નાખ્યુ હતું. અને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 622 રને દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ તેને 439 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતે છેલ્લા 2 વર્ષોમાં શ્રીલંકાની ધરતી પર સતત બીજી ટેસ્ટ સીરિઝ જીતવાનો ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં વિરાટ બ્રિગેડે 2 વર્ષમાં સતત 8મી ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી છે.

પરંતુ આજે શરૂઆતમાં જ કેપ્ટન દિનેશ ચાંદીમલ ૧૦ રન બનાવી જાડેજાની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. એ સમયે શ્રીલંકાનો સ્કોર ૬૦ રન હતો. ત્યાર બાદ ૬૪ રનના સ્કોર પર ઉમેશ યાદવે શ્રીલંકાને ઝટકો આપતા કુશલ મેન્ડિસને ૨૪ રને કોહલીના હાથમાં ઝિલાવી દીધો હતો. જ્યારે ૧૧૭ રનના કુલ પર મેથ્યુસ ૨૬ રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. જ્યારે છઠ્ઠી વિકેટના રૂપમાં ધનંજય ડી’સિલ્વાને શૂન્ય રને જાડેજાને બોલ્ડ કર્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે શ્રીલંકાનો સ્કોર છ વિકેટે ૧૨૩ રન છે. ડિકવેલા ૩૩ રને અને દિલરુઆન પરેરા શૂન્ય રને બેટિંગ કરી રહ્યા છે.

નુવાન પ્રદીપ શ્રેણીમાંથી બહાર થઈ ગયો

શ્રીલંકાને બીજી ટેસ્ટના બીજા દિવસે સવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાનો ફાસ્ટ બોલર નુવાન પ્રદીપ પહેલા દિવસે થયેલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓપનિંગ બેટ્સમેન કરુણારત્નેએ જણાવ્યું કે નુવાન પ્રદીપ એક-બે મહિના સુધી ક્રિકેટ રમી નહીં શકે, જોકે તે આ મેચમાં બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ આ ટેસ્ટમાં હવે તે બોલિંગ નહીં કરી શકે. પ્રદીપે આ શ્રેણીની પહેલી ટેસ્ટમાં છ વિકેટ ઝડપી હતી. પ્રદીપની ગેરહાજરીમાં કરુણારત્ને બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલિંગનું આક્રમણ સંભાળશે. વર્તમાન શ્રેણીમાં શ્રીલંકા માટે ખેલાડીઓની ઈજા ચિંતાનું કારણ બની રહી છે. ગુણારત્ને પણ પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થઈને શ્રેણીની બહાર થઈ ગયો હતો. હવે ઈજાગ્રસ્ત ખેલાડીની યાદીમાં પ્રદીપનો ઉમેરો થયો છે.

ભારતીય સ્પિનર્સ સામે આક્રમક બનવું પડશેઃ કરુણારત્ને

ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુણારત્નેનું માનવું છે કે શ્રીલંકાના બેટ્સમેનોને અહીં બીજી ટેસ્ટ બચાવવી હશે તો તેમણે ભારતીય સ્પિનર્સ સામે વધારે પ્રમાણમાં સ્વીપ અને રિવર્સ સ્વીપ શોટ રમવા પડશે, જેના કારણે ટર્ન અને ઉછાળનો સામનો કરી શકાય. કરુણારત્નેએ જણાવ્યું, ”પહેલા દિવસની સરખામણીમાં હવે વધારે ટર્ન અને ઉછાળ જોવા મળશે. બોલ જૂનો થયા બાદ કદાચ બાદમાં બેટિંગ કરવી આસાન બની રહે. વિકેટમાંથી બોલર્સને મદદ મળી રહી છે તેનો તમારે સ્વીકાર કરવો રહ્યો. ગોલ ટેસ્ટની વિકેટમાં વધુ કંઈ નહોતું, પરંતુ શિખર ધવને જે રીતે બેટિંગ કરી એનાથી મેચ અમારી પકડમાંથી છૂટી ગઈ હતી. અમે ફિલ્ડિંગમાં સુરક્ષાત્મક વલણ અપનાવવું પડ્યું હતું.”

You might also like