૭૦ ટકા ભારતીય સ્માર્ટફોન યુઝર્સ ફોન હાથમાં લઇને સૂઈ જાય છે

સ્માર્ટફોનનું વળગણ દિનપ્રતિદિન વધતું રહ્યું છે એ વાત નવી નથી. જોકે ઊંઘમાં પણ પોતાના ફોનથી દૂર ન થઈ શકતા લોકોની સંખ્યા ‍દવા લાગી છે. ભારતીયો હવે સૂતી વખતે પણ હાથમાં મોબાઈલ ફોન પકડી રાખવાની અાદત ધરાવવા લાગ્યા છે. સ્માર્ટફોન બનાવતી એક કંપનીએ સાત દેશોના લગભગ ૭૦૦૦ લોકોનો સર્વે કરીને સ્માર્ટફોનન વપરાશ બાબતની ચોંકાવનારી હકીકતો તારવી છે. એમાં જાણવા મળ્યું છે કે ૭૦ ટકા ભારતીયો અને ૭૦ ટકા ચાઈનીઝો રાતે પણ હાથમાં સ્માર્ટફોન પકડીને સૂઈ જાય છે. છમાંથી એક સ્માર્ટફોન યુઝરનું કહેવુ છે કે તેઓ નહાતી વખતા પણ મોબાઈલ ફોન બાથરૂમમાં રાખે છે.

You might also like