ભારતની આ જગ્યાઓ પર સુરક્ષિત છે મહિલાઓ

આપણાં દેશમાં હરવા ફરવા માટે ઘણી જગ્યાઓ છે. પણ આજે અમે તમને ભારતની એવી ખુબસુરક જગ્યા માટે જણાવીશું કે જ્યાં મહિલાઓ એકલી ફરી શકે છે. જેમકે લદાખ, ઉદયપુર, નૈનીતાલ, મૈસુર, સિક્કિમ જેવી જગ્યાઓ છે. અહીં મહિલાઓ એકલી તેમની ટ્રીપને એન્જોય કરી શકે છે.

લદાખ
લદાખને પ્રકૃતિેએ ઘણી ખૂબસૂરતી આપી છે,. આંખો જ્યાં દેખે છે ત્યાં બસ સ્ટોપ થઇ જાય છે. આ જગ્યાએ એકલા જતા પહેલા તેને જોડાયેલી દરેક જાણકારી જરૂરથી જાણી લો. અહીં રહેનારા દરેક લોકો પર્યટકો માટે ગણા મદદગાર સાબિત થાય છે. અહીંયા સુંદર તળાવો, પહાડો લકોને આકર્ષિત કરે છે.

ઉદયપુર
ઉદયપુર એક સુંદર શહેર છે. રાજસ્થાન, ભારતની અરાવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. તેના સુંદર તળાવોને લીધે જાણીતું છે. ઉદેપુરને ઝીલોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીંયા રહેલારા દરેક લોકો ઘણા ફ્રેન્ડલી અને હેલ્પફુલ કરનારા હોય છે. અહીંયાની મોટાભાગની જગ્યા કપલ્સ ડેસ્ટિન્શન તરીકે એળખાય છે જેના કારણે એકલા ફરવા જવું થોડું અજીબ લાગે છે.

નૈનીતાલ
નૈનીતાલ ભારતનું ઉત્તરાખંડ રાજીયનું એક પ્રમુખ પર્યટન નગર છે. અહીંયા જગ્યાઓ ઘણી સુંદર છે. મહિલાઓ માટે આ જગ્યા એકલા ફરવા માટે સુંદર છે. અહીંયા લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે. જેના કારણે તમને એકલું લાગતું નથી.

મૈસુર
મૈસુર કર્ણાટકનું દક્ષિણ ભારતીય રાજ્યનું એક શહેર છે. જે તમે ઇતિહાસ અને ઇમારતો વિશે જાણવા માટે શોખીન છો તો મૈસુર જરૂર જાઓ. અહીંયા આજે પણ ઘણા રાજાઓના કિલ્લા જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે અહીંયા રાતના સમયે મહિલાઓ અને છોકરીઓ એકલી ફરી શકે છે.

સિક્કિમ
સિક્કિમ ભારતનું એર પર્વતીય રાજ્ય છે. સિક્કિમ તેના પ્રાકૃતિક જંગલો, છોડો, ઘાટિઓ અને પર્વતમાળા અને ભ્ય સાંસ્કૃતિક ઘરો માટે પ્રસિદ્ધ છે. અહીંયા રહેનારા લોકો ઘણા ફ્રેન્ડલી હોવાના કારણે મહિલાઓ આરામથી તેમની ટ્રીપ એન્જોય કરી શકે છે.

કાજીરંગા
કાજીરંગા એ ભારતના રાજ્યાના ગોળાઘાટ અને નાગાંવ જિલ્લામાં એક રાષ્ટ્રીય પાર્ક છે. અહીંયા લુપ્ત થયેલા ભારતીય એક શિંગડા વાળા ગેંડાનું ઘર છે. આ પાર્કમાં ફરવા માટે મહિલાઓ તેમની ટ્રીપને યાદગાર અને શાનદાર બનાવી શકે છે. ફરવા માટે તમે અહીંયા જીપ અને હાથી પર સફારી કરી શકો છો.

શિમલા
શિમલા હીમાચલ પ્રદેશની રાજધાની છે. હરવા ફરવા માટે પર્યટકો માટે સૌથી સારી જગ્યા છે. અહીંયા દરેક વર્ષે ટૂરિસ્ટ આવતાં જતાં રહે છે. દિલ્હીથી શિમલા દૂર નથી. રસ્તા પરથી કાર લઇને તમે સરળતાથી પહોંચી શકો છો. મહિલાઓને ફરવા માટે અહીંયા ઘણી જગ્યાઓ છે. અહીંયા ટૂરિસ્ટોને રાતના સમયે હરતાં ફરતાં ખાતા પીતા જોઇ શકો છો.

ખજુરાહો
કામસૂત્રની જેમ ખજુરાહોનું મંદિર પણ વિશ્વ પ્રસિદ્ધ છે, કારણ કે તેની બહારની દિવાલો પર લાગેલી આકૃતિઓ નિનિધ આસનો ગર્શાવે છે. અહીંયા ફરવા માટે આવી રહ્યા છો તો ધ્યાન રાખો કે અહીંયાના ટૂરિસ્ટ ગાઇડથી બચીને રહેજા કારણ કે તે લોકો ફેરવવા માટે સારા એવા પૈસા લઇ લે છે.

You might also like