ભારત-સિંગાપુરના સંયુક્ત નૌસૈનિક અભ્યાસથી ચીનને નથી વાંધો

પેઇચિંગઃ વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને સિંગાપોરના સંયુક્ત નૌસૈનિક અભ્યાસને લઇને ચીને કહ્યું છે કે તેઓ ત્યાં સુધી વિરોધ નહીં કરે કે જ્યાં સુધી તે તેમના હિતો માટે નુકશાન કરતા નહીં હોય. ચીને કહ્યું છે કે તેમને આ રીતના આદાન પ્રદાનનો કોઇ જ વિરોધ નથી. માત્ર એ વાતનું ધ્યાન બંને દેશો રાખે કે ક્ષેત્રીય શાંતિનું ઉલ્લધન ન થાય.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું છે કે જો આ રીતનો અભ્યાસ અને સહયોગ શાંતિ અને સ્થિતરતા માટે લાભકારી હોય તો તેનાથી કોઇ જ વાંધો નથી. તમને જણાવી દઇએ કે ભારત સિંગાપોરે ગુરૂવારે દક્ષિણ ચીન સાગરમાં નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે. જેની પર ચીન અને આસપાસના દેશો દાવો કરી રહ્યાં છે. હુઆએ કહ્યું કે અમે દેશોની વચ્ચે સામાન્ય આદાન પ્રદાન માટે એકદમ ખુલ્લો દ્રષ્ટિકોણ રાખીએ છીએ.

હુઆએ જણાવ્યું કે અમે માત્ર એ જ આશા રાખીએ છીએ કે જ્યારે પ્રાસંગિક દેશો એ રીતના આદાન પ્રદાન અને સહયોગ કરે તો આ વાત ચોક્કસથી ધ્યાન રાખે કે આ રીતની ગતિવિઘીઓ અન્ય દેશોના હિતને અસર ન કરે સાથે જ તેની ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતા પર કોઇ જ નકારાત્મક અસર ન પડે.

http://sambhaavnews.com/

You might also like