વિકાસ માટે ભારતે મહત્ત્વાકાંક્ષી ન બનવું જોઈએઃ રઘુરામ રાજન

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, એવો સમય છે કે જ્યારે ભારતે વિકાસ માટે અતિ મહત્ત્વાકાંક્ષી ન બનવું જોઇએ. તેનાથી ઊલટું ભારતે સતત આર્થિક વિકાસ માટે વિવેકપૂર્ણ નીતિઓ પર ધ્યાન આપવું જોઇએ.

આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે, દુનિયામાં દરેક દેશનાં અલગ અલગ કારણોથી દુનિયાનો આર્થિક વિકાસ ધીમી ગતિથી થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત જેવા દેશોએ વિવેકપૂર્ણ ઉપાય કરવા જોઇએ. દુનિયાના કેટલાક દેશોમાં અપારંપરિક નાણકીય નીતિ ઝડપથી સમસ્યાનો ભાગ બની શકે છે.

ઉલ્લેખનીય છેકે ચીને યુઆનના મૂલ્યમાં અવમૂલ્યન કરતા તેની વિશ્વભર મૂડીબજારો ઉપર સીધી નકારાત્મક અસર પડી હતી. એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો કરવો કે નહીં કરવો તે અંગે પાછલા કેટલાય સમયથી અસમંજસની સ્થિતિને કારણે યુરોપ અને જાપાનની નાણાંકીય પોલીસીના કારણે વિશ્વભરના દેશોમાં તેની નકારાત્મક અસર જોવા મળી છે અને આર્થિક વિકાસ ધીમો જોવા મળ્યો છે.

You might also like