બલુચિસ્તાન પર પાક.નો બિનકાયદેસર કબ્જો : બલોચ

નવી દિલ્હી : ભારતીય ગુપ્તચર એજન્સી રોનાં કથિત અધિકારીને બલૂચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનાં આરોપમાં ધરપકડ કરવાનાં આરોપની પોલ ખુલી ગઇ છે. વિશ્વ બલૂચ મહિલા ફોરમની પ્રેસિડેન્ટ નાએલા કાદરી બલોચે પાકિસ્તાનનાં દાવાનું ખંડન કરતા કહ્યું કે આ સંપુર્ણ ખોટી બાબત છે. અમે નથી જાણતા કે તેમની ધરપકડ ક્યાં કરવામાં આવી. તેમનાં અનુસાર પાકિસ્તાનથી ધરપકડ કરવામાં આવી છે. ગ્તત મહિને પાકિસ્તાને ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવની ધપકડ કરી હતી.

પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો કે જાધવ રોનાં જાસુસ છે. તે બલૂચિસ્તાનમાં અસ્થિતરતા ફેલાવવા માટે કામ કરે છે. પાકિસ્તાનનો દાવો હતો કે તે પહેલા ભારતીય નૌસેનામાં પણ રહી ચુક્યા છે. પાકિસ્તાનનાં આ દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે ફગાવી દીધો હતો. કાદરીએ કહ્યું કે બલૂચિસ્તાન તો પાકિસ્તાનનો હિસ્સો જ નથી. તેને પાકિસ્તાને પોતાનં કબ્જામાં રાખ્યું છે. નાએલા કાદરીએ બલૂચિસ્તાનમાં ભારતની તરફથી દખલ કરવાની માંગણી પણ કરી છે.

નાએલા કાદરીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારને અટકાવવા માટે ભારતે આગળ આવવાની જરૂર છે. બલૂચિસ્તાનમાં રોની સક્રિયતાની વાતનું ખંડન કરતા કાદરીએ જણાવ્યું કે અહીં કોઇ રોનાં અધિકારી નથી. ઉપરાંત અહી કોઇ એજન્સીઓ પણ નથી, જે બલુચિસ્તાનને સપોર્ટ કરી રહી છે. અહીં માત્ર પાકિસ્તાની એજન્સીઓ જ અતિક્રમણ અને નરસંહાર કરી રહી છે. જેને અટકાવવા માટે ભારતે આગળ આવવાની જરૂર છે.

You might also like