નોટબંધી મુદ્દે સામાન્ય પ્રજા હજી પણ હાલાકી ભોગવવા તૈયાર રહે : મનમોહનસિંહ

નવી દિલ્હી : નોટબંધીના નિર્ણય બાદ પેદા થઇ રહેલી સમસ્યાને ધ્યાને રાખી દેશનાં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ચેતવણી ઉચ્ચારી હતી. મનમોહને આ નિર્ણયને અયોગ્ય ગણાવતા એક વિશાળ ત્રાસદાયક પગલુ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે નોટબંધીના કારણે આગામી મહિનાઓમાં દેશના લોકોએ આનાથી પણ આકરા સમય માટે તૈયાર રહેવું જોઇએ.

ન્યુઝપેપર ધ હિંદુને આપેલા એક લેખમાં મનમોહન સિંહે તેમ પણ કહ્યું કે આ નિર્ણયથી માનદાર ભારતીયો જબર્દસ્ત પરેશાન થશે જ્યારે જેમની પાસે નાણા છે તેમને વધારે નુકસાન નહી થાય. પુર્વવડાપ્રધાને નોટબંધીના નિર્ણયને ઉતાવળમાં ઉઠાવેલું પગલુ ગણાવ્યું હતું. અને કહ્યું કે તેમાં સામાન્ય ભારતીય નાગરિકને ઘણી સમસ્યા થશે.

મનમોહને લખ્યું કે, અમે નિર્ણયને તે કરોડો ભારતીયના ભરોસે અને આત્વવિશ્વાસને નુકસાન પહોંચાડ્યું છે. જો કે તેમણે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો અને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 1991માં પણ આર્થિક સુધારા સમયે મનમોહન સિંહ નાણા પ્રધાન હતા.

You might also like