પાકિસ્તાન હાઈકોર્ટે ભારતીય સિરિયલ પરથી પ્રતિબંધ હટાવ્યો

લાહોર: લાહોર હાઈકોર્ટે ગઈકાલે દેશમાં ભારતીય ટીવી સિરિયલોના પાકિસ્તાનમાં પ્રસારણ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ભારતીય ટીવી સિરિયલોનાં પ્રસારણ પર પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી અોથોરિટી (પીઈએમઅારઅાઈ)અે પ્રતિબંધ લગાવ્યો હતો.

પાકિસ્તાનની સંઘીય સરકાર તરફથી કોઈપણ વાંધો ન હોવાના કારણે હાઈકોર્ટે પ્રતિબંધ હટાવવાના અાદેશ અાપ્યા છે. લાહોર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મન્સૂર અલી શાહે કહ્યું કે ભારતની સામગ્રીમાં જો કોઈ વાંધાજનક કે પાકિસ્તાન વિરોધી સામગ્રી હોય તો તેને સેન્સર કરી શકાય છે. પરંતુ પૂર્ણ પ્રતિબંધની કોઈ જરૂર નથી.

જસ્ટિસ શાહે જણાવ્યું કે હવે દુનિયાઅે ગ્લોબલ વિલેજ બની ચૂકી છે. પીઈઅેમઅારઅાઈઅે ૧૯ અોક્ટોબર ૨૦૧૬ના રોજ સૂચના જારી કરી હતી કે તમામ પ્રકારની ભારતીય સામગ્રીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં અાવે. ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધો બગડ્યા બાદ પીઈએમઅારઅાઈઅે અા નિર્ણય લીધો હતો.

જો કે ફેબ્રુઅારી ૨૦૧૭માં ભારતીય ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો હતો પરંતુ ભારતીય ટીવી સિરિયલો પરનો પ્રતિબંધ જારી રખાયો હતો. એક અરજીમાં ભારતીય ટીવી સિરિયલો પરના પ્રતિબંધને પડકારાયો હતો.

અરજી કર્તા તરફથી લડી રહેલા વકીલ અસ્મા જહાંગીરે કોર્ટમાં દલીલ કરી કે અા ખૂબ જ વિચિત્ર છે કે ભારતીય ફિલ્મ તો બતાવાય છે પરંતુ ભારતીય ટીવી સિરિયલો પર પ્રતિબંધ જારી છે. અરજીમાં કહેવાયું હતું કે પીઈએમઅારઅાઈઅે પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને પ્રતિબંધની સૂચના જારી કરી છે.

ભારતીય ફિલ્મ અાખા પાકિસ્તાનમાં રિલીઝ થઈ શકે છે તો તેને ટીવી પર કેમ ન બતાવી શકાય. દ્વિપક્ષીય સંબંધો બગડવાની સ્થિતિમાં સામાન્ય રીતે પાકિસ્તાન કોઈને કોઈ બહાનું બનાવીને ભારતીય સિરિયલો પરના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દે છે. તાજેતરના પ્રતિબંધમાં પણ એમ જ થયું હતું.

http://sambhaavnews.com/

You might also like