વિશ્વનાં સૌથી સસ્તા દેશોમાં ભારત બીજા ક્રમાંકે, જાણો ક્યો દેશ નંબર-1

ન્યૂ દિલ્હીઃ દુનિયામાં રહેવાની અથવા સ્થાનાંતરની બાબતમાં ભાર ત વિશ્વનો બીજા નંબરનો સૌથી સસ્તો દેશ છે. તાજેતરમાં જ 112 દેશો વચ્ચે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું. જેમાં રહેવાની બાબતમાં સૌથી સસ્તા દેશમાં દક્ષિણ આફ્રિકાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.

આ સર્વેક્ષણ ગોબેન્કિંગ રેટ્સે કર્યો છે. તેણે દેશોનાં રેકિંગ ચાર મુખ્ય ધોરણો પર નક્કી કરી છે. આ સર્વેમાં ભાડા સૂચકઆંક, સ્થાનિક ખરીદી સૂચકઆંક, સામાન્ય ઉપભોગની વસ્તુઓનો સૂચકઆંક તેમજ ગ્રાહકોનાં મુલ્યનાં સૂચકઆંકનાં આધારે રેકિંગ આપવામાં આવેલ છે.

ગોબેન્કિંગ રેટ્સ દ્વારા આ સર્વેમાં નામિબિયો દ્વારા ઓનલાઈન ડેટાબેઝ આધારિત આ સર્વે છે. આ સર્વેક્ષણમાં સ્થાનિક ખરીદી સૂચી, રેન્ટની માહિતી, ઘરવખરીની સૂચી અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેસ દ્વારા ઓનલાઇન કરાયેલા આંકડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

રેન્ટ ઇન્ડેક્ષ પર આધાર રાખનાર માટે વિશ્વનાં 50 સૌથી સસ્તા દેશોમાં ભારત બીજા ક્રમે છે. ભારત પછી નેપાળનો નંબર આવે છે. આ હિસાબથી અન્ય દેશ કરતા ભારતમાં રહેવું ઘણું સસ્તું છે. સર્વે કરનાર લોકોએ ભારતમાં આવેલા કોલકતા શહેરમાં 258 ડોલર એટલે કે 18 હજાર રૂપિયામાં મહિનાનાં ખર્ચમાં એક વ્યકિતનું ગુજરાન થઈ જાય છે.

આ સર્વે મુજબ 125 કરોડ વસ્તી ધરાવતા દેશની યાદીમાં ભારત વિશ્વનાં સૌથી સસ્તા 50 દેશોમાંનો એક દેશ છે. અહીં મુખ્ય ઉદ્યોગ કાપડ, કેમિકલ અને ફૂડ પ્રોસેસિંગનો છે. આ સિવાય ભારતનાં ઘણા શહેરોમાં સ્થાનિક કાર્યશક્તિ પણ વધારે હોય છે.

આ સર્વે મુજબ આપણે જોઇએ તો ભારતીય સ્થાનીય કાર્યશક્તિ 20.9 ટકા સસ્તી, ભાડું 95.2 ટકા સસ્તું, કરિયાણાની કિંમત 74.4 ટકા સસ્તી અને સ્થાનિક સામાન તેમજ સેવાઓ 74.9 ટકા જેટલી સસ્તી છે.

ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનનો આ યાદીમાં 14મો ક્રમાંક આવે છે. આ સિવાય કોલંબિયાનો 13મો ક્રમ, નેપાળનો 28મો
ક્રમ અને બાંગ્લાદેશનો 40મો ક્રમ છે.

You might also like