ભારતની સાક્ષીએ પણ ઈતિહાસ રચ્યો

ભારતની સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. તે ભારતની પ્રથમ ભારતીય મહિલા પહેલવાન છે, જેણે ઓલિમ્પિકમાં પ૮ કિલો વજન વર્ગની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પી.વી.સંધુએ રચ્યો ઈતિહાસ
પ્રથમ ઓલિમ્પિક રમી રહેલી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી નવો ઈતિહાસ રચી દીધો છે. સિંંધુ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે.

ટ્રેક સાઈક‌િલંગમાં રેકોર્ડ
બ્રિટને રિયો ઓલિમ્પિકમાં મહિલા સાઈક‌િલંગની ટીમે રેકોર્ડ બનાવ્યો હતો. ઓલિમ્પિક ટ્રેક સાઈકલિંગની ચાર કિમીની સ્પર્ધામાં કેટી આર્કિબાલ્ડ, લોરા ટ્રોટ, એલિનર બાર્કર અને જોઆના રોસલે ચાર મિનિટ ૧૩.ર૬૦ સેકન્ડમાં આવી સિદ્ધિ મેળવી હતી.

You might also like