રાતે કેમ ના વાળવો જોઇએ કચરો, આ છે કારણો

આપણા ઘરોમાં ઘણી વખત નખ કાપવા પર અને કચરો નહીં કાઢવા પર પ્રતિબંધ છે. પરંતુ કોઇ કારણ આપવામાં આવતું નથી. માન્યતા છે એવું કહીને ટાળી દેવામાં આવે છે. શું તમે એવું વિચાર્યું છે એવું કેમ કહેવામાં આવે છે.

હકીકતમાં આની પાછળ તર્ક એવો હોય છે રે રાતે અંધારું હોવા પર અને વિજળી ના હોય અને તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કપાઇ જાય છે અથવા આંગળી કપાઇ શકે છે.

રાતે કપડાં સિવવા જોઇએ નહીં, તેનું તર્ક પણ એવું જ છે કે સોયની અણી ધારદાર હોય છે અને રાતે ઓછું દેખાવવાને કારણે વાગી પણ શકે છે.

રાતે કચરો વાળવો જોઇએ નહીં એવી ભારતમાં માન્યતા છે કે સાંજે કચરો વાળવાથી લક્ષ્મી જતી રહે છે. પરંતુ હકીકતમાં એનો તર્ક એવો છે કે રાતે બરોબર જોઇ શકતાં હોઇએ નહીં કોઇ કિંમતી વસ્તુ ભૂલથી ફેંકી દઇએ નહીં.

પીરિયડ્સમાં મહિલાઓને રસોડામાં જવા દેવામાં આવતી નથી. પીરિયડ્સમાં હાર્મોનલ પરિવર્તનને કારણે બ્લડ અને સેલ્સની દિવાલ તૂટી જાય છે જેના કારણે તેમને શરીરમાં ખૂબ દુખાવો થાય છે. દુખાવાથી બચવાના કારણે એમને આ દિવસોમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કારણે તેને રસોડાથી દૂર રાખવામાં આવે છે.

You might also like