ભારતની પહેલી ઈલેક્ટ્રીક ટેસ્લા કારનું થયું રજિસ્ટ્રેશન, જાણો આ કારની ખાસિયત..

ભારતની પહેલી ટેસ્લા એક્સ કારનું રજિસ્ટ્રેશન મુંબઈમાં શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ કાર એક ઈલેક્ટ્રીક કાર છે, જેમાં સેલ્ફ ડ્રાઈવિંગ પણ સામેલ છે. આ કાર એક પ્રીમિયમ સ્પોર્ટ યુટીલિટી વ્હીકલ છે, જેને એસ્સાર ગ્રુપના સીઈઓ પ્રશાંત રૂઈયાએ ખરીદી છે.

આરટીઓ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ કાર ઈલેક્ટ્રીક હોવાથી RTO ટેક્સ અને સેસથી મુક્ત છે. સામાન્ય રીતે 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતવાળી ઈમ્પોર્ટેડ કાર પર 20 લાખ રૂપિયા સુધીનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. ટેસ્લા ઈલેક્ટ્રીક કારની કિંમત ભારતમાં 55 લાખ રૂપિયા છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન મુંબઈમાં રજિસ્ટર્ડ થનારી આ 16મી કાર છે. તાડદેવ આરટીઓમાં 9 ઈલેક્ટ્રીક કાર રજિસ્ટર્ડ કરાઈ છે. અંધેરી અને બોરીવલીમાં પણ ત્રણ ત્રણ કાર રજિસ્ટર્ડ કરવામાં આવી છે.

મોદી સરકાર 2030 સુધી દેશમાં માત્ર ઈલેક્ટ્રીક વાહનો વધુ વેચાય તેવો લક્ષ્યાંક હાથ ધર્યો છે. સરકાર તેના દ્વારા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં કમી અને ઑઈલના આયાત કરવાના બિલમાં પણ ઘટાડો કરવા માગે છે, જેથી ગ્રાહકોના માથે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનો ભાર પડી ના શકે.

જાણો, આ ઈલેક્ટ્રીક કારની ખાસિયત..

 • આ ઈલેક્ટ્રીક ટેસ્લા કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
  તેની ટૉપની સ્પીડ 155 માઈલ પ્રતિ કલાક છે.
  આ કારમાં 90 કિલોવૉટ બેટરી છે. આ કાર ચાર્જ થયા બાદ 250 માઈલ ચાલી શકે છે.
  આ કારમાં મેડીકલ ગ્રેડ હેપા ફિલ્ટર લાગેલું છે, જે કેબિનમાંથી બેક્ટેરિયા, વાયરસ અને પ્રદૂષણને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
  કારમાં એન્ટિ લૉક બ્રેકિંગ સિસ્ટમ અને પાર્કિંગ સેન્સર પણ છે.
  આ કારમાં સીટ બેલ્ટ, એરબેગ, ઑટોમેટિક ડૉર લૉક પણ છે.
You might also like