ભારતનાં પ્રથમ ‘સમલૈંગિક’ ગુજરાતી રાજકુમાર, SCનાં ચુકાદાનું કર્યું બહુમાન

વડોદરાઃ સમલૈંગિક સંબંધો પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સમલૈંગિક સંબંધોને માન્યતા આપી દીધી છે. ત્યારે રાજપીપળાનાં રાજવી માનવેન્દ્રસિંહે આ ચુકાદાનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. આ ચુકાદા બાદ ખરા અર્થમાં આઝાદી મળી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

ભારતની આઝાદી બાદ પણ સમલૈંગિક લોકોને કાયદાકીય કોઈ જ જોગવાઈમાં સમાવવામાં આવ્યાં ન હતાં. જે કારણોસર સમાજમાં તરછોડાયેલા અને સમાજ તેમને નફરતની નજરે જોતો હતો. જો કે આજે દેશની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને સમલૈંગિક સંબંધોને માન્યતા આપી છે.

જેથી સમાજમાંથી તરછોડાયેલા અને સમાજથી વિખુટા પડેલા સમલૈંગિક લોકોને તેમનાં હક્કો મળતા થશે. તેઓ હવે સ્વમાનભેર જીવન જીવી શકશે. આજનાં ઐતિહાસિક ચુકાદાને સમલૈંગિક લોકો માટે લડત આપતા અને લોકોનાં કલ્યાણ માટે ખુલીને બહાર આવેલા રાજપીપળાનાં રાજવી માનવેન્દ્રસિંહે આ ચુકાદાનાં કારણે સમલૈંગિકોને સાચી આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં રાજપીપળાનાં રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલનો જન્મ રજવાડી પરિવારમાં થયો હતો. મહેલો અને નોકર-ચાકર હોવાં છતાં પણ તેમનું જીવન સરળ ન રહ્યું.

You might also like