અમદાવાદમાં બનશે દેશની પ્રથમ મોટી સરકારી હોસ્પિટલ, 2019માં PM મોદી કરશે ઉદ્ધાટન

અમદાવાદઃ શહેરમાં VS હોસ્પિટલની બાજુમાં નવનિર્મિત હોસ્પિટલને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જાન્યુઆરી 2019માં PM મોદીનાં હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ થશે. આખા દેશમાં પ્રથમ સૌથી મોટી સરકારી હોસ્પિટલ હશે.

હોસ્પિટલમાં 1500 બેડ, 32 ઓપરેશન થીએટર હશે. પેપરલેસ હોસ્પિટલ બનશે, તમામ વિગતો ઓનલાઈન હશે. 17 માળની હોસ્પિટલમાં તમામ માળ પર એક ટ્યૂબ ગોઠવાઈ છે. ટયૂબ દ્વારા તમામ રિપોર્ટ એક માળથી બીજા માળે મોકલાશે. સમયને અનુરૂપ આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની આ સૌથી ઉંચી ઇમારત છે.

ઉલ્લેખનીય છે કે પહેલેથી શહેરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તો છે જ. પરંતુ હવે સાથે-સાથે શહેરમાં દેશની પણ સૌથી મોટી એવી સરકારી હોસ્પિટલનું નિર્માણ થશે. કે જેનું ઉદ્ધાટન PM મોદીનાં હસ્તે 2019માં કરવામાં આવશે. જેમાં અત્યંક આધુનિક સુવિધાઓથી તેને સજ્જ કરવામાં આવશે.

જેમાં 1500 બેડ, 32 ઓપરેશન થીએટર રૂમ પણ હશે. આ હોસ્પિટલની સૌથી મોટી ખાસિયત તો એ હશે કે અહીં કંઇ પણ કાર્ય પેપરલેસ રહેશે. જેની તમામ વિગતો અહીં ઓનલાઇન હશે. આ હોસ્પિટલ 17 માળથી તૈયાર કરવામાં આવશે અને અમદાવાદની આ સૌથી ઉંચી ઇમારત કહેવાશે.

You might also like