રશિયા તરફથી ભારતને મળશે ખાસ વાયુ રક્ષા પ્રણાલી, એક સાથે ત્રણ મિસાઇલ્સ લગાવી શકાશે..

નવી દિલ્હીઃ ભારત રશિયા પાસેથી અત્યઆધુનિક S-400 વાયુ રક્ષા પ્રણાલી “ટ્રાયમ્ફ” ખરીદવા જઇ રહ્યું છે. લાંબુ અંતર કાપતી આ વાયુ રક્ષા પ્રણાલીના અરબો ડોલરના  સોદા પર શનિવારે ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વાતચીત પછી મહોર મારશે. રૂસની સમાચાર એજન્સી તાસ દ્વારા ગુરૂવારે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સમાચાર એજન્સીએ કહ્યું છે કે બ્રિક્સ સમ્મેલનમાં શામેલ થવા ભારત આવનાર પુતિન અને પ્રધાનમંત્રી મોદીની વચ્ચે વાતચીત બાદ s-400 ટ્રાયમ્ફ વિમાન ભેદી મિસાઇલ પ્રણાલી માટે ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે. રશિયા રાષ્ટ્રપતિના સલાહકાર યૂરી ઉશાકોવના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતે રૂસ પાસેથી વાયુ રક્ષા પ્રણાલીની પાંચ સિસ્ટમ ખરીદવા માટે રસ દાખવ્યો છે. આ પ્રણાલી એક સાથે ત્રણ રીતે મિસાઇલ્સ લાદવા માટે સક્ષમ છે. એક સાથે 36 લક્ષ્યોને તે ભેદી શકે છે. એટલું જ નહીં આ પ્રણાલી 400 કિમી દૂર સુધી દુશ્મનના વિમાન, મિસાઇલ અને તેમના ડ્રોનને પાડવાની ક્ષમતા પણ ધરાવે છે. ઉશાકોવે કહ્યું છે કે દસ્તાવેજ પર ગુપ્ત રૂમમાં ચર્ચા બાદ હસ્તાક્ષર કરવામાં આવશે. જોકે ડિલ અંગે વધારે માહિતી તેમણે આપવાની ના પાડી છે.

ઉવા કોશે કહ્યું કે પુતિન અને મોદી ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર સંયુક્ત નિવેદન પણ જાહેર કરેશે. બંને દેશો પોતાના સંબંધોને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે ચર્ચા કરશે. આ દરમ્યાન બંને દેશો વચ્ચે લગભગ 18 દસ્તાવેજો પર સાઇન થશે. ભારત જો રૂસ પાસેથી આ વાયુ રક્ષા પ્રણાલી ખરીદવાનો સોદો કરશે તો તે તેને ખરીદનારો બીજો દેશ બનેશે. આ પહેલા ચીને આ વાયુ રક્ષા પ્રણાલી માટે રૂસ સાથે 3 અરબ ડોલરનો સોદો કર્યો છે. આ સિવાયન ભારતીય નૈસેના માટે પ્રોજેક્ટ 111356 ક્રિગેટના સોદા પર પણ હસ્તાક્ષર થઇ શકે છે. આ સાથે રૂસ અને ભારતના સંયુક્ત ઉપક્રમથી કામોવ-226ટી હેલીકોપ્ટર બનાવવાની યોજના પણ છે.

You might also like