ભારત અને રશિયા વચ્ચે કુડનકુલમ પરમાણુયંત્ર સહિત 5 મહત્વની સમજુતી

સેંટ પિટર્સબર્ગ : ભારત અને રશિયા વચ્ચે થયેલી શિખર મંત્રણામાં બંન્ને દેશોની વચ્ચે પરમાણુ સમજુતી સહિત કુલ પાંચ સમજુતી થઇ હતી. વડાપ્રધાન મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને ગુરૂવારે બંન્ને દેશોનું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તમિલનાડુનાં કુડનુકુલમ પરમાણુ યંત્રનાં એકમ 5 અને 6નાં નિર્માણ માટે થયેલ સમજુતી સૌથી મહત્વની છે કારણ કે તેનાં મુદ્દે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી.

ઉપરાંત સાંસ્કૃતિક આદાન – પ્રદાનનાં મુદ્દે પણ બંન્ને દેશો વચ્ચે સમજુતી થઇ છે. સંયુક્ત નિવેદન બહાર પાડવા દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે 70 વર્ષથી બંન્ને દેશો વચ્ચે મજબુત સંરક્ષણ સંબંધો છે. ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને હવે નવી દિશા આપવામાં આવી રહી છે. આર્થિક સંબંધોમાં વધારો લાવવો અમારો સંયુક્ત ઉદ્દેશ્ય છે. વડાપ્રધાને કહ્યું કે આંતરિક સંબંધોનાં મુદ્દે તેમની રાષ્ટ્રપતિ પુતિન સાથે વિસ્તારથી ચર્ચા થઇ છે. તેમણે કહ્યું કે સંસકૃતી અને સુરક્ષા સુધી અમારી ભાષા સમાન છે.

વડાપ્રધાન મોદીએ કુડલકુલમ સમજુતી અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે પરમાણુ ઉર્જામાં સહયોગથી બંન્ને દેશોનાં સંબંધો વધારે મજબુત બનશે. ઉલ્લેખનીય છેકે કુડનકુલમ સંયંત્રના આ બંન્ને એકમો ભારતની પરમાણુ ઉર્જા પેઢીને મહત્વપુર્ણ વિકાસ આપશે. બંન્ને એકમોની ક્ષમતા એક એક હજાર મેગાવોટ વિદ્યુત ઉત્પન્ને કરવાની હશે.

You might also like