ડોકલામ મુદ્દાનો ચર્ચાથી ઉકેલ આવે, આર્મી ડ્રિલ ચીન વિરુદ્ધ નહી : રશિયા

મોસ્કો : રશિયા – ભારત વચ્ચે થનારી મિલિટ્રી ડિલ અંગે મોસ્કોએ સ્પષ્ટતા કરી છે અને ભારતની ત્રણેય સેનાઓ સાથે થનારી મિલિટ્રી ડિલ ચીન વિરુદ્ધ નહી હોવાનું જણાવ્યું હતું. ચીને કેટલાક દિવસ પહેલા ભારત અને રશિયા વચ્ચે ઓક્ટોબરમાં થનારી જોઇન્ટ મિલિટ્રી ડિલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચીની મીડિયામાં કેટલાક એવા સમાચારો આવી રહ્યા હતા જેમાં દાવો કરાયો હતો કે ભારત અને રશિયા સૈન્ય સંબંધોને આ ડ્રિલથી નવી ઉંચાઇએ પહોંચાડશે, જેનાં કારણે ચીનને ખતરો પેદા થઇ શકે છે.

ચીની મીડિયામાં કેટલાક સમાચારો એવા પણ આવી રહ્યા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત અને રશિયાનાં સૈન્ય સંબંધોને આ ડ્રિલથી નવી ઉંચાઇએ પહોંચાડશે, અને તેનાથી ચીનને ખતરો થઇ શકે છે. ભારતે આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. ડોકલામ વિવાદ અંગે રશિયાનું કહેવું છે કે ભારત અને ચીને વાતચીતનાં માધ્યમથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

રશિયાનાં વિદેશ મંત્રાલયે ભારતની સાથે થનારી જોઇન્ટ મિલિટ્રી ડીલ પર પ્રથમ વખત ચીનનો ઉલ્લેખ કર્યો છે. રશિયાનાં વિદેશ મંત્રાલય અનુસાર અમે કોઇ દેશની સાથે જ્યારે આર્મી એક્સરસાઇઝ કરીએ તો તેનો અર્થ એવો નથી કે તેનાથી અન્ય કોઇ દેશને ખતરો છે. અમે તમામ રાષ્ટ્રો સાથે સારા સંબંધો બનાવીને રાખવા માંગીએ છીએ.

You might also like