2027 સુધી ભારતમાં અરબપતિઓની સંખ્યા થઇ જશે 3 ઘણી, રોજીંદી કમાણીમાં માર્ક ઝુકરબર્ગ સૌથી આગળ

2027 સુધી વિશ્વમાં સૌથી વધારે અરબપતિ ભારતમાં થઇ જશે. આ સંખ્યા એટલી વધારે થઇ જશે કે રશિયા જેવો દેશ પણ પાછળ થઇ જશે. એક રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ચીનમાં સૌથી વધારે અરબપતિ હશે.

હાલનાં સમયમાં પણ વિશ્વમાં સૌથી વધારે અરબપતિ ચીનમાં છે. ત્યાં જ દરરોજ કમાવવાનાં મામલે ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ સૌથી આગળ છે. જો કે તેઓની કુલ વેલ્થ અમેઝોનનાં સીઇઓ જેફ બૈઝોસથી બીજા નંબરે છે.

વિશ્વમાં હાલનાં સમયમાં 2000થી પણ વધુ અરબપતિઃ
એએફઆર એશિયા બેંકનાં રિપોર્ટને જણાવ્યા અનુસાર હાલનાં સમયમાં પૂરા વિશ્વમાં 2252 અરબપતિ છે કે જેની સંખ્યા 2027 સુધી 3444ની નજીક પહોંચી ગયેલ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર 2027 સુધી ચીનમાં આની સંખ્યા 448થી વધીને 697 થઇ જશે.

ત્યાં જ ભારતમાં હાલમાં 238 અરબપતિ છે કે જે 2027 સુધી 357 થઇ જશે. અમેરિકામાં 147 અરબપતિ છે કે જે આગામી 10 વર્ષોમાં 884ને પાર થઇ જશે.

માર્ક ઝુકરબર્ગની આવક સૌથી વધુઃ
બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર દરરોજની કમાણીનાં મામલે માર્ક ઝુકરબર્ગ સૌથી આગળ છે. જો કે ટોપ પર અમેઝોનનાં સીઇઓ જેફ બેસોસ સૌથી આગળ છે. બ્લૂમબર્ગે જણાવ્યું કે, બુધવાર સુધી બેસોસની સંપત્તિ 133 અરબ ડૉલર પર પહોંચી ગઇ છે.

You might also like