દેશમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામાં લ્યુપિન અને ટાટા મોટર્સ આગળ

મુંંબઈ: દેશના નાણાકીય વર્ષ ૨૦૧૫માં ચોખ્ખા વેચાણની ટકાવારીના દૃષ્ટિકોણથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામાં લ્યુપિન અને ટાટા મોટર્સ અગ્રેસર છે. બીએસઈના ડેટા મુજબ ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની લ્યુપિન રિસર્ચ પાછળ ૮.૯ ટકા એટલે કે રૂ. ૧૧૧૮ કરોડ જ્યારે ઓટો સેકટરની કંપની ટાટા મોટર્સે રૂ. ૨૨૦૪ કરોડનો ખર્ચ કર્યો છે.
ટાટા ગ્રૂપે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ ૨૦૧૫માં તેઓએ રૂ. ૧૭.૮૯૬ કરોડનો ખર્ચ કર્યો હતો. જે ગ્રૂપના કુલ કારોબારના ૨.૭ ટકા થવા જાય છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ રિસર્ચ પાછળ ખર્ચ કરે છે. પરંતુ તે વિદેશી કંપનીઓ કરતાં ઘણો ઓછો છે.

એ જ પ્રમાણે સ્થાનિક આઈટી કંપનીઓ પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરે છે પરંતુ વિદેશી કંપનીઓ કરતાં તે ઘણો નીચો છે. ઈન્ફોસિસ કંપની નાણાકીય વર્ષ ૨૦૧૫માં આર એન્ડ ડી પાછળ ૧૫૦ કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે ટીસીએસએ ૨૨૫ કરોડો ખર્ચ કર્યો હતો. જ્યારે રિલાયન્સ કંપનીએ વર્ષ ૨૦૧૫માં આર એન્ડ ડી પાછળ રૂ.૧૨૨૦ કરોડનો ખર્ચ કર્યો હતો.

રિસર્ચ પાછળ કરાતો ખર્ચ
કંપનીનું નામ           આંકડા કરોડમાં
લ્યુપિન                     ૧૧૧૮.૬૦
સન ફાર્મા                  ૧૯૫૫.૦૦
ડો. રેડીઝ લેબ્સ        ૯૬૦.૫૦
ટાટા મોટર્સ              ૨૨૦૪.૦૦
ઓરોબિન્દો ફાર્મા     ૩૪૬.૫૫

You might also like