ડોકલામમાં ચીન કોઈ રસ્તો બનાવતું નથીઃ વિદેશ મંત્રાલય

ભારતીય વિદેશ મંત્રાલયે ડોકલામમાં ચીની સેના હોવાની અને રસ્તો બનાવવાના સમાચારોનું ખંડન કર્યું છે. મંત્રાલયે શુક્રવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે ડોકલામ પર કેટલીક મીડિયા રિપોર્ટ્સ જોઈ છે. 28 ઑગસ્ટ બાદ ડોકલામમાં વિવાદિત ભારત-ચીન વચ્ચેની જગ્યા કે આસપાસના કોઈ વિસ્તારમાં નવી કોઈ ઘટના બની નથી. આ સરહદો પરિસ્થિતિ જેમ હતી, તે જ રીતે હતી.’

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડોકલામમાં ભારત સાથેના ગતિરોધ બાદ ચીને મોટી સંખ્યામાં પોતાના સૈનિકો ઉતારી દીધા હતા અને ડોકલામમાં રસ્તો બનાવવાનું કામ જોરશોરથી ચાલુ કરી દીધું છે, તેવા સમાચાર મળી રહ્યા હતા. આ રસ્તો બંને દેશોની સરહદ કે જ્યાં ટકરાવ થાય છે, ત્યાંથી 12 કિમી દૂર છે. ડોકલામ પઠારની ચુંબી ઘાટીમાં ચીની સેનાની વધી રહેલી હરકતના સંકેત ભારતીય વાયુસેના અધ્યક્ષ માર્શલ બીએસ ધનોઆએ પણ આપ્યા હતા.

You might also like