ફિફા ભારતને વિશ્વ કપની યજમાનીનો અધિકાર આપશે

નવી દિલ્હીઃ ફૂટબોલની વિશ્વ નિયામક સંસ્થા ફિફા ટૂંકમાં સત્તાવાર રીતે ભારતને પોતાની ત્રીજી સૌથી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ અંડર-૧૭ વિશ્વકપ ૨૦૧૭ની યજમાનીનો અધિકાર સોંપશે. ચિલીમાં ચાલી રહેલા ૧૬મા અંડર ૧૭ વિશ્વ કપના સમાપન સમારોહ બાદ ભારતને આ અધિકાર આપવામાં આવશે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઇએફએફ) આ અધિકારને ભારતમાં ફૂટબોલની રમતની સ્થાપના માટે એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.

એઆઇએફએફના મહાસચિવ કુશલ દાસે કહ્યું કે, ”અમને વિશ્વની ત્રીજી સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટ અને ભારતીય ઇતિહાસની સૌથી મોટી ટૂર્નામેન્ટની યજમાની મળવા અંગે ગર્વ છે. આ ટૂર્નામેન્ટથી અમને વિશ્વસ્તરીય પાયાનો ઢાંચો તૈયાર કરવામાં મદદ મળશે. અમે આને ભારતમાં ફૂટબોલ ક્રાંતિના રૂપમાં જોઈ રહ્યા છીએ.” અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું, ”આવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની યજમાની દેશના લોકો અને યુવાનો વચ્ચે ભારતીય ફૂટબોલના ચહેરાને વધુ સારી રીતે બહાર લાવવામાં મદદ કરશે.”

You might also like