અફધાનિસ્તાનની મદદ કરવા માટે ભારત તૈયાર : સુષ્મા

ઇસ્લામાબાદ : હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં બુધવારે વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે અફધાનિસ્તાનને દરેક મદદ માટે ભારત તત્પર છે. સ્વરાજે ન માત્ર આતંકવાદનાં સામૂહિક વિરોધની વાત કરી પરંતુ પાકિસ્તાન અને અફધાનિસ્તાન સાથે વ્યાપારિક સંબંધોને પણ વધારે મજબુત કરવાની વાત કરી હતી.
સુષ્માએ કહ્યું કે આ અમારી સામૂહિક જવાબદારી છે કે આપણે આતંકવાદને કટ્ટરતાને નામ, પદ્ધતી અથવા તો વિચારોનાં આધારે કોઇ પણ પ્રકારની મદદ ન કરીએ અથવા તો સમર્થન પણ ન કરીએ. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોનાં મુદ્દે કહ્યું કે હું આ પ્રસંગનો લાભ લેતા પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવું છું. આ સમય પરિપક્વતા દેખાડી અને આત્મવિશ્વાસ પુર્વક એક બીજા સાથે વેપાર કરવા અને ક્ષેત્રીય વેપાર વધારે મજબુત કરવાનો છે. આખુ જગત જ્યારે આપણા તરફ જોઇને પરિવર્તનની આશા કરી રહી છે તો આપણે તેમને નિરાશન કરવા જોઇએ.
તે ઉપરાંત સુષ્માએ અફધાનિસ્તાન સાથે પણ વેપાર મજબુત કરવા અંગે કહ્યું કે ભારત આંતરિક વેપાર, ટ્રાંજિટ, ઉર્જા અને સંચાર રૂટમાં સહયોગ વધારવાની મંશા રાખે છે. તેમાં અફધાનિસ્તાન એક મહત્વનું કેન્દ્ર છે. આપણે અફધાનિસ્તાનનાં ટ્રકોનું અટારી સીમા પર સ્વાગત કરવા માંગે છે.
ભારત ચહબહાર પોર્ટનાં માધ્યમથી અફધાનિસ્તાન અને ઇરાનની સાથે ત્રિપક્ષીય સંબંધો અને વ્યવહાર વિકસિત કરવા ઇચ્છે છે. વિદેશી મંત્રીએ હાર્ટ ઓફ એશિયાનાં મુદ્દે કહ્યું કે જો ધમનીઓ જ બંધ રહેશે તો એશિયાનું હાર્ટ કઇ રીતે કામ કરી શકશે. અત્રે નોંધનીય છે કે, અગાઉ સુષ્માએ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ સાથે પણ મુલાકાત યોજી હતી. તે ઉપરાંત અફધાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પણ મુલાકાત યોજી હતી. તે ઉપરાંત સુષ્માએ કિર્ગીસ્તાનનાં વિદેશી મંત્રી સાથે પણ મુલાકાત યોજી હતી.

You might also like