ચોખા નિકાસના મામલામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે

બેંકકોક : ચોખાની નિકાસના મામલે હવે ભારત પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે. ભારતે આ મામલે થાઇલેન્ડને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ટોપ થાઇ રાઇસ નિકાસકાર બોડી દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. રાઇસ એકસપોટ્ર્સ એસોસિયેશન ચેરમેન ચારોઇને કહ્યું છે કે થાઇલેન્ડ દ્વારા વર્ષ ૨૦૧૫માં ૯.૮ મિલિયન ટન ચોખાની નિકાસ કરવામાં આવી હતી. જે ૧૦.૮ ટકા ઓછી રહી હતી.

બીજી બાજુ ભારત દ્વારા આ ગાળામાં ૧૦.૨૩ મિલિયન ટન ચોખાની નિકાસ કરવામાં આવી હતી. નેશનલ ન્યૂઝ બ્યુરો ઓફ થાઇલેન્ડના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે. ખાસ કરીને ઊંચી માંગના કારણે નિકાસમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક દેશોમાં ચોખાની માંગ  ખૂબ વધારે છે.

તેલની ધટતી કિંમતોના કારણે પણ કેટલાક દેશોમાં ખરીદી શક્તિ વધી રહી છે. આના કારણે ચોખાની માંગ વધી રહી છે. થાઇલેન્ડ વર્ષ ૨૦૧૫માં નિકાસના મામલે બીજા ક્રમાંકે રહ્યું છે. ચોખાની નિકાસના મામલે ભારતે ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ભારતે વર્ષ ૨૦૧૫માં ૧૦.૨૩ મિલિયન ટન ચોખાનું વેચાણ કર્યું હતું. વિયેતનામ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમાંક પર છે.

જયારે ચીન ચોખાની આયાતના મામલે દુનિયામાં પ્રથમ ક્રમાંક પર છે. ચોખાની આયાત અને ઉપયોગ ચીનમાં હાલમાં સૌથી  વધારે જોવા મળે છે. થાઇલેન્ડ અને ભારતને વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર દેશ તરીકે ગણવામાં આવે છે

You might also like