‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ રેંકિંગમાં ભારતે લગાવી 23 અંકોની છલાંગ, પહોંચ્યું 77માં નંબરે

વેપાર કરવામાં સરળ એવી “ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” પર વિશ્વ બેંકે બુધવારનાં રોજ પોતાનો રેટિંગ રજૂ કર્યો છે. આ વર્ષે ભારતની રેંકિંગમાં જબરદસ્ત 23 અંકોની છલાંગ લગાવી છે. રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર, ભારત આ રેંકિંગમાં 100માં નંબરે ચઢીને હવે 77માં અંકે પહોંચી ગયેલ છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે ભારતે આ યાદીમાં દુનિયાભરનાં 189 દેશોમાં 100મું સ્થાન હાંસલ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે વિશ્વ બેંક દર વર્ષે સરળ વેપારવાળા દેશોની યાદી રજૂ કરે છે. જેમાં કુલ 190 દેશ હોય છે. આ રેંકિંગમાં દેશોને ઘણા સ્કેલ પર નક્કી કરવામાં આવે છે. ભારતે વર્ષ 2003થી અત્યાર સુધી 37 જેટલાં સુધારા લાગુ કર્યા છે.

ગયા વર્ષે આ રિપોર્ટમાં દિલ્હી અને મુંબઇને શામેલ કરવામાં આવ્યા હતાં. રિપોર્ટમાં કોઇ વેપારને શરૂ કરવો, કંસ્ટ્રક્શન પરમિટ, ક્રેડિટ મળવી, નાના નિવેશકોની સુરક્ષા, ટેક્સ આપવો, વિદેશોમાં ટ્રેન્ડ, અનુબંધ લાગુ કરવો અને નાદારી પ્રક્રિયાને આધાર બનાવવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે વિશેષજ્ઞોનું એવું માનવું છે કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની રેંકિંગમાં સુધાર થવાથી દેશની અર્થવ્યવસ્થાને સહારો મળવાની સાથે વિદેશી નિવેશ વધવાથી શેરબજારમાં પણ તેજી આવશે. જેનાંથી નિવેશકોને ઇન્વેસ્ટમેન્ટ પર મોટા રિટર્ન મળશે. આ સાથે જ વિદેસી નિવેશ વધવાથી દેશમાં રોજગારનાં નવા મોકા ઉભા થશે.

You might also like