આર્થિક આઝાદીમાં પાકિસ્તાન અને નેપાળથી પાછળ ભારત

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તર પર પ્રતિષ્ઠિત આર્થિક આઝાદીની એક યાદીમાં ભારત આ વર્ષે 143માં સ્થાન પર આવી ગયું છે. ગત વર્ષે ભારત 123માં સ્થાન પર હતું. ખાસ વાત તો એ છે કે અમેરિકાના એક થિંકટેક દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં આ વર્ષે પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના પડોસી દેશ ભારત કરતા વધારે સારી સ્થિતીમાં છે. ભારતના ખરાબ પ્રદર્શનને કારણે થિંગટેક રિપોર્ટમાં બજારમાં થઇ રહેલા પરિવર્તન સામે પ્રગતિ ન થવા બાબતને જવાબદાર ગણાવી છે.

હેરિટેજ ફાઉન્ડેશને પોતાની આર્થિક આઝાદી સૂચઆંક રીપોર્ટમાં જણાવ્યું છે કે ભલે પાછળના પાંચ વર્ષ ભારતનો વાર્ષિક વિકાસ દર સાત ટકા રહ્યો હોય, પરંતુ વિકાસને ઉંડાણ પૂર્વક નીતિઓ સાથે જોડવામાં નથી આવી. જે આર્થિક આઝાદીને જોડે છે. રાજનીતિક થિંકટૈંકમાં ભારતને વધારે પડતી  અસ્વતંત્ર અર્થવ્યવસ્થાની શ્રેણીમાં રાખવામાં આવી છે. સાથે જ પરિવર્તન સાથે સુધારા નથી થઇ રહ્યાં.

http://sambhaavnews.com/

You might also like