“ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ”માં ભારત 100માં ક્રમે

ન્યૂ દિલ્હીઃ એક રિપોર્ટનાં આધારે ભારતમાં ભૂખ એ એક ગંભીર સમસ્યા છે અને 119 દેશોનાં વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારત 100માં નંબર પર છે. ભારત ઉત્તર કોરિયા અને બાંગ્લાદેશ જેવાં દેશોથી પાછળ છે પરંતુ પાકિસ્તાનથી આગળ છે.

ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(આઇએઅફપીઆરઆઇ)એ પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે બાળકોમાં કુપોષણનાં ઉચ્ચ દરથી દેશમાં ભૂખનો સ્તર એટલો ગંભીર છે અને સામાજિક ક્ષેત્રને આની પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દેખાડવાની જરૂર છે. ગયા વર્ષે ભારત આ સૂચકાંકમાં 97મા સ્થાન પર હતું. આઇએફપીઆરઆઇએ એક નિવેદનમાં કહ્યું છે કે,”119 દેશોમાં ભારત 100માં સ્થાન પર છે અને એશિયામાં માત્ર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જ એનાંથી પાછળ છે.”

એમણે જણાવ્યું કે,”31.4ની સાથે ભારતનો 2017નો જીએચઆઇ (વૈશ્વિક ભૂખ સૂચકાંક) અંક ઊંચાઇ તરફ છે અને એ પણ ગંભીર શ્રેણીમાં છે. રિપોર્ટનાં આધારે ભારત ચીન(29), નેપાળ(72), મ્યાનમાર(77). શ્રીલંકા(84) અને બાંગ્લાદેશ(88)થી પાછળ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્રમાનુસાર 106 અને 107નાં સ્થાન પર છે.

You might also like