મેન્યુફેક્ચરિંગમાં દુનિયાના દશ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દુનિયાના દશ મોટા દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે જોવા મળ્યું છે. ભારત આ અગાઉ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવમા ક્રમે હતું.

યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૈશ્વિક ઉત્પાદન વૃદ્ધિદર ધીમો પડીને ૨.૮ ટકાના સ્તરે આવી ગયો છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીન દુનિયામાં સૌથી આગળ પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ અમેરિકા, જાપાન, જર્મની અને કોરિયાનો ક્રમ જોવા મળ્યો છે.

વૈશ્વિક ઇકોનોમી ગ્રોથમાં જોવા મળેલી સુસ્તી તથા ઇમર્જિંગ દેશોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોંધાયેલી નરમાઇના કારણે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ ઘટ્યો છે.

You might also like