દુનિયાના શ્રેષ્ઠ દેશમાં ભારત ૨૨મા નંબરે

દાવોસ: દુનિયાનાશ્રેષ્ઠ દેશના લિસ્ટમાં ભારત ૨૨મા સ્થાને છે અા યાદી સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ અાર્થિક મંચના વાર્ષિક શિખર સંમેલનમાં જારી કરાઈ છે. અા યાદીમાં જર્મની પહેલે સ્થાને છે.

અા યાદીમાં સાંસ્કૃતિક પ્રભાવ, ઉદ્યોગ સાહસિક્તા અને અાર્થિક અસરના અાધારે ૬૦ દેશને પસંદ કરાયા છે. અા લિસ્ટમાં ચીન ૧૭મે સ્થાને છે. લિસ્ટમાં સામેલ ટોપ પાંચ દેશમાં જર્મની બાર કેનેડા, બ્રિટન, અમેરિકા અને સ્વિડન સામેલ છે.

અા છે ટોપ ૧૦ દેશ
૧. – જર્મની
૨. – કેનેડા
૩. – બ્રિટન
૪. – અમેરિકા
૫. – સ્વિડન
૬. – અોસ્ટ્રેલિયા
૭. – જાપાન
૮. – ફ્રાંસ
૯. – નેધરલેન્ડ
૧૦.- ડેન્માર્ક

You might also like