પોસ્ટલ પેમેન્ટ બેંક માટે લોગો, ટેગલાઇન આપો અને જીતો 50,000 રૂપિયા

નવી દિલ્હી: પોસ્ટલ વિભાગે પોતાના પ્રસ્તાવિત પેમેન્ટ બેંક માટે ‘લોગો ડિઝાઇન’ અને ધ્યેય વાક્ય એટલે કે ટેગલાઇન માટે સ્પર્ધા શરૂ કરી છે અને તેના માટે સ્પર્ધા શરૂ કરી છે અને તેના માટે લોકો પાસે એન્ટ્રીઓ મંગાવવામાં આવી છે. તેના હેઠળ વિજેતા માટે ઇનામની રકમ 50,000 રૂપિયા છે. પોસ્ટલ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે ‘પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માય ગાવ વેબસાઇટ પર 10 જૂનના રોજ ‘લોગો ડિઝાઇન’ અને ટેગલાઇન માટે સ્પર્ધા શરૂ કરી છે. આની ટૂંક સમયમાં રચના થવાની છે ભારતીય પોસ્ટલ પેમેંટ બેંક માટે છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે 800 કરોડ રૂપિયાના ફંડ સાથે ભારતીય પોસ્ટલ પેમેંટ બેંક (ઇન્ડીયા પોસ્ટ પેમેંટ બેંક) રચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સપ્ટેમ્બર 2017 સુધી 650 શાખાઓ ચલાવવાની યોજના છે. તો બીજી તરફ 2018-19 સુધી તેને આખા દેશમાં ફેલાવવામાં આવશે.

નિવેદન અનુસાર એન્ટ્રીને 50,000 રૂપિયાનું ઇનામ મળશે. પ્રખ્યાત ડિઝાઇનર અને વિશેષજ્ઞ 20 સારી એન્ટ્રીઓને પસંદ કરવામાં આવશે. વિજેતાની પસંદગી બાદ માય ગાવ પ્લેટફોર્મ પર વોટિંગ માટે રાખવામાં આવશે. આ પહેલાં સરકારે રૂપિયાના નવા નિશાન અને સ્વચ્છ ભારતના લોકો માટે લોકો પાસે એન્ટ્રીઓ મંગાવી હતી.

You might also like