અમેરિકા-ચીનમાં તણાવની વચ્ચે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભારત

નવી દિલ્હી: અમેરિકા અને ચીનના સંબંધો હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે અને બંને દેશોની વચ્ચે તણાવીન પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં એશિયાના દેશોની નજર સંતુલન જાળનાર એવી શક્તિઓ પર ટકેલી છે જે અમેરિકા અને ચીન બંનેને અસર કરી શકે છે.

મળતી માહિતી અનુસાર આવનારા થોડાક સપ્તાહ અને મહીનાઓમાં ભારત એશિયાના દેશોની સાથે પહેલાથી મજબૂત પોતાના સંબંધોને ગહન કરવાની યોજના પર કાર્ય કરી રહ્યું છે. કારણ કે એ આ ક્ષએેત્રમાં વિભિન્ન ગઠબંધનો દ્વારા એક નેતૃત્વકર્તાના રૂપમાં ભૂમિકા અદા કરી શકે.

આવતા સપ્તાહમાં વિયતનામના વિદેશમંત્રી ફામ બિન મિન અને ઉપ રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત કરશે. મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રજાક પણ ભારત આવે એવી શક્યતા છે. ભારત આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલકમ ટર્નબુલને પણ આવકારી શકે છે.

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના આ વર્ષે એપ્રિલમાં ભારતની મુલાકાત લઇ શકે છે, જ્યારે વિદેશ સચિવ જયશંકર હાલમાં શ્રીલંકા, ચીન અને બાંગ્લાદેશની મુલાકાતે ગયા છે. એમની આ મુલાકાત પાડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવાના છે.

અમેરિકાના રાષ્ટ્રપટિ ટ્રંપના શરૂઆતી કાર્યકાળ દરમિયાન ક્ષેત્રીય દેશો માટે સારા સંકેત નથી. સામાન્ય ધારણા બની રહી છે કે અમેરિકા અને ચીનની સંબંધો કઠીન થઇ રહ્યા છે. જેની સીધી અસર દરેક ક્ષેત્રીય દેશ પર પડશે. ટ્રંપ પ્રશાસને એ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેઓ ઓબામા પ્રશાસન ના ટ્રાંસ પેસિફિક પાર્ટનરશીપને આગળ ચાલુ રાખશે નહીં.

VISIT: http://sambhaavnews.com/

You might also like