ચીનની પરવા કર્યા વગર ભારત હવે બ્રહ્મોસનું વેચાણ કરશે

નવી દિલ્હી : ભારતે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ બ્રહ્મોસ વિયતનામને વિયતનામને વેચવા માટેનાં પ્રયાસો વધારી દીધા છે. તે ઉપરાતં 15 અન્ય બજારો પર પણ ભારતની નજર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે નવી દિલ્હીની આ યોજનાં સૈન્ય ક્ષેત્રમાં વધી રહેલી ચીનનાં ચંચુપાત પર ચિંતાને વ્યક્ત કરવાની છે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બનાવી છે. આને વેચવાની કવાયદને સંરક્ષણ ક્ષેત્રમાં મોટા મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, સૈન્ય હથિયતારોનું સૈથી મોટુ આયાતક, ભારત નવા સંરક્ષણ ભાગીદારી શોધવાની સાથે સાથે કમાણી વધારવા અંગે પણ જોર આપી રહ્યું છે. પરમાણુ હથિયાર કાર્યક્રમનાં કારણે દસકાઓથી આંતરરાષ્ટ્રીય અછતડાપણાથી ધ્યાન લગાવવાની નીતી અપનાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને અમરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની હાલની મુલાકાત બાદ ભારત મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ સિસ્ટમમાં પણ સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર સરકારી નોટનાં હવાલાથી કહ્યું કે સરકારે મિસાઇલ બનાવનારી કંપની બ્રહ્મોસ એરોસ્પેસથી મિસાઇલ મંગાવી છે. હવે 5 દેશોને મિસાઇલ વેચવા પરત ધ્યાન અપાઇ રહ્યું છે. આ દેશોમાં વિયતનામ મુખ્ય છે તે ઉપરાંત ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, ચિલી અને બ્રાઝિલ છે. ચીન અવાજની ઝડપે 3 ગણી વધારે ઝડપી દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલને અસ્થિરતા પેદા કરનાર હથિયાર ગણાવી રહ્યું છે. ભારતે ચીનની નારાજગીની આશંકાને જોતા અત્યાર સુધીમાં હનોઇની સાથે આ મિસાઇલનો સોદો નહોતો કર્યો.

You might also like