FDI મુદ્દે ભારતે ચીન અને અમેરિકાને પણ પછાડ્યું

નવી દિલ્હી : ફોરેન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) આકર્ષિત કરવાનાં મુદ્દે ભારતે ચીનને પછાડી દીધું છે. રિપોર્ટનાં અનુસાર ભારતે 63 બિલિયન ડોલરનાં એફડીઆઇ પ્રોજેક્ટને 2015માં આકર્ષીત કર્યું હતું. આ સાથે જ 697 પ્રોજેક્ટ્સમાં 8 ટકાનો વધારો થયો છે. આ માહિતી ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સનાં એફડીઆઇ ડિવિઝને આપી હતી. 2015માં મોટી કંપનીમાં ફોક્સવેગન, સનએડિશને પાંચ અને ચાર બિલિયન ડોલરનાં પ્રોજેક્ટસમાં રોકાણ કરવા માટેની તૈયારી કરી છે.

ભારતે આ મુદ્દે ચીનને પાછળ છોડી દીધું છે. ખાસકરીને એક વર્ષમાં કોલસો, તેલ, પ્રાકૃતિક ગેસ અને અક્ષય ઉર્જા સેક્ટર્સમાં મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અહેવાલ અનુસાર 2015માં ભારતમાં પહેલીવાર એફડીઆઇનાં મુદ્દે શિખર પર પહોંચ્યો હતો. ભારતે ચીનની સાથે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. અમેરિકાએ 2015માં 59.6 બિલિયન ડોલર અને ચીને 56.6 બિલિયન ડોલર એફડીઆઇ રોકાણને આકર્ષીત કરવામાં સફળતા મેળવી હતી.

કેન્દ્રીય નાણામંત્રી જયંત સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું કે એફડીઆઇ આકર્ષિત કરવાનાં મુદ્દે ભારત ટોચ પર પહોંચી ગયું છે. દાવો કરવામાં આવ્યો છે કે 2015માં એફડીઆઇ આકર્ષિત કરનારા ટોપ 10 રાજ્યોમાં પાંચ ભારતીય રાજ્ય છે. આ દરમિયાન ગુજરાતે 12.4 બિલિયન ડોલર એફડીઆઇને આકર્ષિત કર્યું હતું. મહારાષ્ટ્રએ આખા વર્ષમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કરતા 8.3 બિલિયન ડોલરની એફડીઆઇને આકર્ષિત કરવામાં સફળતા મેળવી હતી.

You might also like