ભારતીયો સુધી દેશી GPS પહોંચવામાં લાગેશ વાર.. જાણો કેમ

નવી દિલ્હી: ૧ર એપ્રિલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને અંતરિક્ષમાં એક નવો સેટેલાઇટ મોકલ્યો. આ સેટેલાઇટને ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હેઠળ મોકલાયો. જેને NavIc ના નામથી પણ ઓળખાય છે. ઇસરોના છ સંપૂર્ણ રીતે ક્રિયાશીલ સેટેલાઇટ પહેલાથી હાજર હતા.

હવે આ સાતમો સેટેલાઇટ છે. ઇસરોએ ભારતને પોતાની દેશી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આપવા માટે આ સેટેલાઇટ મોકલ્યો. NavIc સારી રીતે કામ પણ કરી રહ્યો છે, પરંતુ સામાન્ય ભારતીયો સુધી આ દેશી જીપીએસ પહોંચાડવાનું અત્યારે શકય નથી.

તેનું કારણ એ છે કે આ સેટેલાઇટથી ડેટા લઇને તેને વિવિધ એપ્લિકેશનના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સ્વદેશી સિસ્ટમ હજુ સંપૂર્ણ રીતે તૈયાર થઇ નથી. બેંગલુરુ સ્થિત ફર્મ એકોર્ડ સોફટવેર એન્ડ સિસ્ટમ પ્રા.લિ.એ ઇસરો સાથે મળીને ર૦૧૬માં જ આ ટેકનિક વિકસાવી હતી. જે IRNSS સેટેલાઇટથી સિગ્નલ રિસિવ કરી શકે છે અને લોકેશનની ગણતરી કરીને તેને બ્રોડકાસ્ટ કરી શકે છે, પરંતુ તે માત્ર એજન્સીઓ અને સંગઠન માટે ઉપયોગી છે.

આ ઉપરાંત ઇસરોએ એક માઇક્રો ચિપ સેટ પણ તૈયાર કરી લીધો છે. જેનો ઉપયોગ નેવિગેશન માટે થઇ શકે છે. નેવિગેશન ડિવાઇઝમાં ઉપયોગમાં લેવા માટે માઇક્રો ચિપ સેટની એક નાની આવૃત્તિની ડિઝાઇન પણ તૈયાર છે. ઇસરો ખૂબ જ નાનકડા નેવિગેશન ઉપકરણો માટે પણ ચિપ સેટ તૈયાર કરવામાં જોડાયેલ છે.

હજુ આ રિસિવર અને ચિપ સેટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું નથી. ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે હજુ તેની કોઇ સ્પષ્ટ ડિમાન્ડ થઇ રહી નથી. કારણ કે મોટા ભાગના યુઝર્સ જીપીએસને પસંદ કરે છે.

એક ટેપમાં જીપીએસના અવિરત ઉપયોગની ટેકનિક હજુ સુધી તૈયાર થઇ નથી. ઇસરોના ચેરમેન એસ.સીવનનું કહેવું છે કે હવે તે ઇન્ડસ્ટ્રી પર ડિપેન્ડ છે કે તે એ એપ્લિકેશનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે જે NavIc આપે છે. IRNSS માછીમારોને એલર્ટ, સિકયોરિટી એજન્સીઓને ટ્રેક અને ફોલોમાં મદદ ઉપરાંત સાયન્સ, રોડ ટ્રાન્સપોર્ટ, એવિએશન જિઓફિઝિકસ, ફાઇનાન્સિયલ સર્વિસ, સર્વે અને મેપિંગ માટે એપ્લિકેશન આપે છે.

હવે સૌથી મોટો પડકાર એ છે કે એક મોબાઇલ ફોન નિર્માતાને એ વાત માટે રાજી કરવાના છે કે તે જીપીએસ ચિપ સેટને એ એપ્લિકેશન માટે રિપ્લેસ કરે IRNSS સિગ્નલ પકડી શકતા હોય.

You might also like