ધર્મશાળામાં જ રમાશે મેચ : પાકિસ્તાને પણ લુખ્ખા લાડ કર્યા બાદ અંતે હા પાડી

નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપમાં 19 માર્ચે ભારત – પાકિસ્તાન ટી-20 મેચ ધર્મશાળામાં જ યોજાશે. પાકિસ્તાન સિક્યુરિટી ટીમે આ મેચને લીલી ઝંડી આપીદીધી છે. સૂત્રો અનુસાર મંગળવારે ગૃહવિભાગની હાઇલેવલની મીટિંગમાં આ ટીમે સિક્યુરિટી એરેન્જમેન્ટ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની બે સભ્યોની ટીમ ધર્મશાળા ગઇ હતી. મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર ગૃહવિભાગમાં થયેલી મીટિંગમાં આઇસીસી વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટનાં નિર્દેશ ડૉ. એમ.વી શ્રીધર, પાકિસ્તાની સિક્યુરિટી ટીમ, બીબીસીઆઇનાં અધિકારીઓ અને હિમાચલ પોલીસનાં સીનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે.

બીસીસીઆઇએ મિનિસ્ટ્રીને અપીલ કરી હતી કે પાકિસ્તાન તરફથી લીલી ઝંડી મળતા મળતા જ મેચ નક્કી સમયે જ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આઇસીસી વર્લ્ડ કપ ટી-20 કપમાં ડાયરેક્ટર એમ.વી શ્રીધરે જણાવ્યું કે પાકિસ્તાન સિક્યુરિટી ટીમે સ્ટેડિયમની મુલાકાત લીધીહતી. આ સિવાય પાકિસ્તાનની ટીમને આપવામાં આવતી સિક્યુરિટી વિશે પણ ચર્ચા કરી હતી. પાકિસ્તાની ટીમની રોકાવાનું સ્થળ, તેનાં રૂટ્સ અને ડ્રેસિંગ રૂમની વ્યવસ્થાની પણ ટીમે ચકાસણી કરી હતી.

બીસીસીઆઇએ જણાવ્યું કે પાકિસ્તાની ટીમ અમારી વ્યવસ્થાથી ખુશ છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને આ ટીમની સ્પષ્ટતા કરી છે કે તેમને પ્લેયર્સને સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સુરક્ષા માત્ર પાકિસ્તાન ભારત મેચ પુરતી સીમીત નથી પરંતુ દરેક મેચ માટે છે. અમને વિશ્વાસ ળછે કે ધર્મશાળામાં નિયત સમય અને નિતય દિવસે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ રમાશે.

You might also like