અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ મોદીજી

અમદાવાદ: ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સર્જિકલ સ્ટ્રાઇક અને બંને દેશ વચ્ચેની પરિસ્થિતિને લઇ હુંસાતુંસી થતી હોય છે ત્યારે એક પાકિસ્તાની હેકર દ્વારા ગાંધીનગરમાં આવેલી એલડીઆરપી ઇન્સ્ટીટ્યુટ અોફ ટેકનોલોજી એન્ડ રિસર્ચની વેબસાઇટને હેક કરાઇ છે.

પાકિસ્તાની હેકર દ્વારા વેબસાઇટ હેક કરાયા બાદ તેના હોમ પેજ પર Abhi to Party shuru hui hai, Modiji, We will…your security laughing at your securityનું લખાણ લખાયું છે. ઉપરાંત Pakistan Zindabad-Patriots of Pakistan પણ લખેલું છે. Hacked By Kashif Haxor-DAC Member તેવું વેબસાઇટના હોમ પેજ પર લખાયેલું જણાય છે. ઉરીના હુમલા અને ભારત દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનના હેકર્સ પણ સામસામે આવી ગયાં છે અને નબળી સિક્યોરિટી ધરાવતી વેબસાઇટને નિશાન બનાવી તેને હેક કરી દેતા હોય છે.

આવા જ એક પાકિસ્તાની હેકરે ગાંધીનગરની એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ, ગાંધીનગરની વેબસાઇટને હેક કરી છે. એક પાકિસ્તાની હેકર્સના ગ્રૂપ દ્વારા આ હેકિંગ કરાયું હોઇ શકે. ભારતની કેટલીક વેબસાઇટ પર આ ગ્રૂપ દ્વારા કેટલાક મેસેજ મોકલાય છે. બે દિવસ અગાઉ પણ નાગપુરની એક સ્કૂલની વેબસાઇટ પણ હેક થઇ હતી અને મેસેજ મૂકવામાં આવ્યો હતો, જેથી કહી શકાય કે એજ્યુકેશનને લગતી વેબસાઇટને પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવી રહી છે.

You might also like