ભારત-પાક. સિરીઝ અંગે BCCI અને PCBની ર૯ મેએ દુબઈમાં બેેઠક

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી) ર૯ મેના રોજ દુબઇમાં બંને દેશો વચ્ચે થયેલા એમઓયુને લઇને મુલાકાત કરશે. આ એમઓયુ હેઠળ બંને દેશોને ર૦૧પથી ર૦ર૩ વચ્ચે છ દ્વિપક્ષીય સિરીઝ રમવાની હતી, પરંતુ બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને લઇને ભારત સરકારે બીસીસીઆઇને સિરીઝ માટે મંજૂરી આપી નથી. બંનેે દેશો વચ્ચે આ સમજૂતી ર૦૧૪માં થઇ હતી, પરંતુ ભારતે ર૦૧પમાં સિરીઝ રમવાની ના પાડી હતી અને હવે એવા અહેવાલો છે કે ભારત ર૦૧૭ માટે અા સિરીઝ રમવા તૈયાર નથી.

આ મહિનાની શરૂઆતમાં પીસીબીએ બીસીસીઆઇને નોટિસ મોકલી હતી અને ર૦૧પમાં સિરીઝ નહીં રમવા બદલ વળતરની માગણી કરી હતી, જોકે બીસીસીઆઇએ જણાવ્યું હતું કે એમઓએ એ એકમાત્ર પત્ર હતો, નહીં કે કોઇ કરાર. બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે પીસીબીના ચેરમેન સાથે આ વાત શેર કરીશું. પીસીબીના જવાબમાં સમજૂતીમાં સિરીઝ પહેલાં એક બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પીસીબીના અધ્યક્ષ શહરયારખાન સાથે યોજાનારી બેઠકમાં અમિતાભ ચૌધરી બીસીસીઆઇનું પ્રતિનિધિત્વ કરશેે. આ બેઠકમાં પીસીબીના કાનૂની સલાહકાર પણ હાજર રહેશે. વેબસાઇટ ઇએસપીએન, ક્રિકઇન્ફ્રોએ ચૌધરીને ટાંકીને લખ્યું છે કે અમે રમત માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ અમારું વલણ બદલાશે નહીં.

ભારત સરકારની મંજૂરી વગર સિરીઝ રમી શકાય નહીં. અમે જ્યારે પીસીબીને પત્ર લખ્યો હતો ત્યારે ભારત સરકારને પણ પત્ર લખીને તેમનો જવાબ મંગાવ્યો હતો. મારું માનવું છે કે વાતચીત ચાલુ રાખવી જોઇએ અને તેની અમે બેઠક યોજનાર છીએ.
http://sambhaavnews.com/

You might also like