ભારત-પાક. વચ્ચેના તણાવથી પરમાણુ યુદ્ધની શંકાઃ અમેરિકા

વોશિંગટન: અમેરિકી સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે તણાવની સ્થિતિ ચાલી રહી છે તે વધુ સમય ચાલુ રહેશે તો બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શક્યતા છે.  અમેરિકાની સેનાની સેનેટની સશસ્ત્ર સેવા સમિતિ સમક્ષ નિવેદન આપતા યુએસ સેન્ટ્રલ કમાનના કમાન્ડર જનરલ જોસેફ વોટલે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહી નહિ કરવામાં આવતાં ભારત સતત તે અંગે ચિંતિત છે. અને જો આ બંને દેશ વચ્ચે આવી જ તણાવની સ્થિતિ હજુ લાંબો સમય ચાલુ રહેશે તો બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકરી શકે તેમ છે. અને તેના કારણે ભવિષ્યમાં બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શકે તેમ છે. ભારતે પાકિસ્તાન દ્વારા થતા આતંકવાદી હુમલાને રોકવા સૈન્ય કાર્યવાહી પણ કરી છે. અને તેના કારણે બંને દેશ વચ્ચે હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળે છે જો આવી સ્થિતિ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શકે તેમ છે.

પાકિસ્તાનને કુટનૈતિક રીતે અલગ કરવાની ભારતની રણનીતિના કારણે બંને દેશના સંબંધો સુધારવાની દિશામાં આશા રાખવામાં આવી રહી છે તે ઘટી રહી છે. બીજી તરફ બંને દેશ પરમાણુ તાકાત ધરાવતા હોવાથી જો આવી જ રીતે વિવાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે પરમાણુ યુદ્ધ થઈ શકે તેમ છે. તેથી આવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં બંને દેશ વચ્ચે સંબંધો સુધરે તેવી દિશામાં નકકર કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માગણી કરી હતી.
http://sambhaavnews.com/

You might also like