ધર્મશાલામાં ભારત પાકિસ્તાનની મેચના વિરોધમાં લોકો ભૂખ હડતાળ પર બેઠા

નવી દિલ્હી: ધર્મશાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપ મેચનાં મુદ્દે મુશ્કેલીઓ વધી રહી છે. આ મેચનો વિરોધ કરનારા લોકોએ આજે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરવાની સાથે સાથે ભૂખ હડતાળ પર પણ બેસી ગયા છે. પ્રદર્શન કરનારાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે તે લોકો ત્યાં મેચ નહીં રમાવા દે.

આ બધી વાતોની વચ્ચે હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે આ મુદ્દે કોઇ પણ પ્રકારની પરિસ્થિતીમાં લાઠીચાર્જ નહી કરવાનું જણાવ્યું હતું. જેનાં કારણે મેચ પર વધારે સંકટનાં વાદળો ઘેરાઇ ગયા છે. એટલું જ નહીં તેમણે કેન્દ્ર પાસે અર્ધસૈનિક દળોની માંગણી કરી હોવાની વાતને પણ નકારી દીધી હતી. વીરભદ્ર સિંહના આ વલણનું શિવસેના પણ સમર્થન કરી રહી છે. બીજી તરફ ભાજપનું પણ કહેવું છે કે રાજ્યની કોંગ્રેસ સરકાર સમગ્ર મુદ્દે રાજનીતિ કરી રહી છે અને તે કેન્દ્ર સરકારને પરેશાન કરવાનાં હેતુ સબબ જ આ મેચ ન થાય તે માટે ગર્ભિત મદદો પણ પહોંચાડી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાલુ થઇ રહેલ ટી-20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ 19 માર્ચનાં રોજ ધર્મશાળામાં આયોજીત થનાર છે. જે મુદ્દે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ પડી છે. જેનાં કારણે બંન્ને સરકારો એકબીજા પર છલકછલાણું કરવાનાં પ્રયાસો કરી રહી છે.

You might also like